Not Set/ કચ્છ: 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન મળ્યું,વિદ્યાર્થીઓ સંશોધન માટે કરી રહ્યાં હતા ખોદખામ

કચ્છ, કચ્છના ખટિયા પાસે વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પુરાત્વ અવશેષોની શોધ માટે કરેલા ખોદકામ દરમિયાન 5000 વર્ષ જૂનુ કબ્રસ્તાન, હાડપિંજર અને માટીના વાસણો મળી આવ્યા હતા. આ કબ્રસ્તાન હડપ્પીયન સંસ્કૃતિનું હોવાનું મનાઈ રહ્યું છે. 26 જેટલી કબરમાંથી હાડપિંજરની સાથે શંકમાંથી તૈયાર કરેલી બંગડી, પથ્થરની બ્લેડ, મણકા, માટીના ઘડા સહિતના અવશેષો મળી આવતા પુરાત્વ વિભાગે પણ વધુ […]

Top Stories Gujarat Others

કચ્છ,

કચ્છના ખટિયા પાસે વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પુરાત્વ અવશેષોની શોધ માટે કરેલા ખોદકામ દરમિયાન 5000 વર્ષ જૂનુ કબ્રસ્તાન, હાડપિંજર અને માટીના વાસણો મળી આવ્યા હતા.

આ કબ્રસ્તાન હડપ્પીયન સંસ્કૃતિનું હોવાનું મનાઈ રહ્યું છે. 26 જેટલી કબરમાંથી હાડપિંજરની સાથે શંકમાંથી તૈયાર કરેલી બંગડી, પથ્થરની બ્લેડ, મણકા, માટીના ઘડા સહિતના અવશેષો મળી આવતા પુરાત્વ વિભાગે પણ વધુ સંશોધન શરૂ કર્યું છે.

લખપત તાલુકાના રણ સરહદે આવેલા ખટિયા નજીક છેલ્લા 45 દિવસથી કેરલ, કચ્છ, વડોદરા અને યુણે યુનિવર્સિટીના કોલેજના વિદ્યાર્થીઓ સંશોધન કરતા હતા. ત્યારે 5000 વર્ષ જૂના અવશેષ મળી આવ્યા છે. લંબ ચોરસ પથ્થરોની કબરો બનાવવામાં આવી હતી.