Not Set/ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી પદ બાદ ખાતાની ફાળવણી, યોગેશ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ

ગાંધીનગર, ગુજરાતમાં નવા વરાયેલા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રીપદ અપાયા બાદ ખાતાની ફાળવણી કરવામાં આવી. અન્ન,નાગરિક પુરવઠા, કુટીર ઉદ્યોગ ખાતું ફાળવામાં આવ્યું. ખાતાની ફાળવણી બાદ સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ચોથા માળે ચેમ્બર ફાળવી દેવાઇ છે. ચેમ્બર ફાળવી દેવાતા તેના ટેકેદારો સાથે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી બહેન દવેએ તેમને આશિર્વાદ આપી મંત્રીપદની શુભેચ્છા […]

Top Stories Gujarat

ગાંધીનગર,

ગુજરાતમાં નવા વરાયેલા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રીપદ અપાયા બાદ ખાતાની ફાળવણી કરવામાં આવી. અન્ન,નાગરિક પુરવઠા, કુટીર ઉદ્યોગ ખાતું ફાળવામાં આવ્યું.

ખાતાની ફાળવણી બાદ સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ચોથા માળે ચેમ્બર ફાળવી દેવાઇ છે. ચેમ્બર ફાળવી દેવાતા તેના ટેકેદારો સાથે તેઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી બહેન દવેએ તેમને આશિર્વાદ આપી મંત્રીપદની શુભેચ્છા પાઠવી હતી. મહત્વની વાત છે કે આ તકે એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને શુભેચ્છા પાઠવી.

તો વડોદરાનાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો. જો કે તેમને કોઇ ખાતુ ફાળવવામાં આવ્યુ નથી.