Not Set/ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં 5 કરોડની કિંમતના વાઘા દાનમાં આપવામાં આવ્યા

ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજને બે એનઆરઆઈ દાતા દ્વારા 15 કિલો શુદ્ધ કેરેટ સોનાના 5 કરોડની કિંમતના વાઘા દાનમાં આપવામાં આવ્યા છે._કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પણ પ્રથમજ વખત સુવર્ણ અક્ષરે લખાય એવો ભગવાનના સોને મઢેલા વાઘા સુવર્ણ જડિત વસ્ત્રોનો ઇતિહાસ રચાયો છે. ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા ઘનશ્યામ મહારાજના 196માં વર્ષિક પાટોત્સવની ઉજવણી થઈ રહી […]

Gujarat Others
trp 7 ભુજ સ્વામિનારાયણ મંદિરમાં 5 કરોડની કિંમતના વાઘા દાનમાં આપવામાં આવ્યા

ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજને બે એનઆરઆઈ દાતા દ્વારા 15 કિલો શુદ્ધ કેરેટ સોનાના 5 કરોડની કિંમતના વાઘા દાનમાં આપવામાં આવ્યા છે._કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પણ પ્રથમજ વખત સુવર્ણ અક્ષરે લખાય એવો ભગવાનના સોને મઢેલા વાઘા સુવર્ણ જડિત વસ્ત્રોનો ઇતિહાસ રચાયો છે.

ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા ઘનશ્યામ મહારાજના 196માં વર્ષિક પાટોત્સવની ઉજવણી થઈ રહી છે આ પ્રસંગે એનઆરઆઈ એવા બે કચ્છના હરિભક્તોએ ઘનશ્યામ મહારાજના ચરણોમાં 14 કિલો સોનામાંથી બનાવાયેલ સુવર્ણ જડિત વસ્ત્રો અને દોઢ કિલો સોનામાંથી બનાવાયેલ મુગુટ અર્પણ કર્યા હતા મૂળ ભુજના નારાણપર અને માંડવીના રામપર-વેકરાના અને હાલે વિદેશમાં ઓસ્ટ્રેલિયા રહેતા બે હરિભક્તોએ ભગવાન ઘનશ્યામ મહારાજ માટે 14 કિલો સોનામાંથી વસ્ત્રો બનાવડાવ્યા હતા તેમજ દોઢ કિલો સોનામાંથી ખાસ મુગટ બનાવડાવ્યો હતો બન્નેમાં મળીને અંદાજીત પાંચ કરોડ રૂપિયાનું 15.5 કિલો સોનુ વપરાયું છે.

સોનાના વસ્ત્રો ભુજના પ્રતાપભાઈ સોની અને તેમની સાથે 9 જેટલા કારીગરોએ મળીને સતત 12 મહીના સુધી મહેનત કરીને તૈયાર કર્યા છે હાલે પાટોત્સવ પ્રસંગે આયોજિત મહોત્સવ દરમ્યાન મહંત પૂ.ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગત અને અન્ય વડીલ સંતો, દાતા પરિવારો અને આગેવાનોની ઉપસ્થિતમાં સુવર્ણ જડિત વસ્ત્રો અને મુગુટ પૂ. ઘનશ્યામ મહારાજના ચરણોમાં અર્પણ કરાયા હતા દેશના અન્ય રાજ્યોના કરોડપતિ ભગવાનો સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂ. ઘનશ્યામ મહારાજ પણ હવે દેશભરમાં પ્રખ્યાત છે.