Not Set/ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ માર્ગ અકસ્માત બાદ પહેલીવાર કહ્યુ, ધારાસભ્ય સેંગરે મારી હત્યાનું રચ્યુ હતુ કાવતરું

માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ ઉન્નાવ રેપ પીડિતાએ મીડિયાને પહેલીવાર નિવેદન આપ્યું છે. પીડિતાએ તેની સાથે થયેલા અકસ્માત પાછળ આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરનો હાથ હોવાનું જણાવ્યું છે. પીડિતાને લખનઉનાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીનાં વિમાન દ્વારા સારવાર માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) લાવવામાં આવ્યા હતા. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતાં પીડિતાએ […]

Top Stories India
pjimage 2019 09 06T090451.523 ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ માર્ગ અકસ્માત બાદ પહેલીવાર કહ્યુ, ધારાસભ્ય સેંગરે મારી હત્યાનું રચ્યુ હતુ કાવતરું

માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ ઉન્નાવ રેપ પીડિતાએ મીડિયાને પહેલીવાર નિવેદન આપ્યું છે. પીડિતાએ તેની સાથે થયેલા અકસ્માત પાછળ આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરનો હાથ હોવાનું જણાવ્યું છે. પીડિતાને લખનઉનાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીનાં વિમાન દ્વારા સારવાર માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) લાવવામાં આવ્યા હતા. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતાં પીડિતાએ કહ્યું કે, ‘કુલદીપસિંહ સેંગરે કાર અને ટ્રકની ટક્કરથી મને મારી નાખવાનુ કાવતરું ઘડ્યુ હતુ. આ વિશે કોઈ શંકાને સ્થાન જ  ન હોવુ જોઈએ.

આપને જણાવી દઇએ કે, 28 જુલાઇનાં રોજ ઉત્તર પ્રદેશનાં રાયબરેલીમાં, એક દુષ્કર્મ પીડિતાની કારને એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી, આ અકસ્માતમાં તેના પરિવારનાં બે સભ્યોની મોત થઇ ગઇ હતી અને પીડિતા અને તેના વકીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એક અંગ્રેજી અખબારને ફોન પર વાત કરતા પીડિતાએ જણાવ્યું હતું કે, ઘટના પહેલા જ્યારે પણ તે ઉન્નાવ કોર્ટમાં સુનાવણી દરમિયાન પહોચતી હતી ત્યારે સેંગરનાં નજીકનાં લોકો દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.

પીડિતાએ કહ્યું, “જ્યારે હું કોર્ટમાં જતો હતો ત્યારે મારા રક્ષકો આ દરમિયાન કોર્ટરૂમની બહાર ઉભા રહેતા હતા અને આ દરમિયાન સેંગરનાં એક સાથીનાં પુત્રએ મને તેની માતા સામેનો કેસ પાછો ખેંચવા કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.” પીડિતાએ જણાવ્યું હતું કે મેં આ વિશે પોલીસ અને સરકારી અધિકારીઓને ઘણા પત્રો લખ્યા હતા કે, સેંગર અને તેના નજીકનાં લોકો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. પીડિતાએ કહ્યું કે, તેણે થોડા દિવસો પહેલા સીબીઆઈને પણ આ પ્રકારનું તેની સાથે થઇ રહ્યુ છે તે વિશે જણાવ્યુ હતુ.

દુર્ઘટનાનાં દિવસનો ઉલ્લેખ કરતાં પીડિતાએ કહ્યું હતું કે, ‘મેં જોયું કે ટ્રક સીધી અમારી કાર તરફ આવી રહી છે. સેંગરે મારી હત્યા કરવા માટે આ કાવતરું ઘડ્યુ હતુ. તે જેલમાં હોય ત્યારે પણ તે કોઈપણ હદ સુધી જઈ શકે છે. મારા વકીલ કે જે ડ્રાઈવિંગ કરી રહ્યા હતા તેમણે કારને પાછળ કરવાનો પ્રયત્ન કર્યો કે જેથી બચી શકાય. પરંતુ આમ કરતા પહેલા ટ્રકે કારને ટક્કર મારી હતી. મને હજી પણ પીડા થઇ રહી છે અને હુ ચાલી પણ નથી શકતી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.