કચ્છ/ ભુજનું એક એવું વૃક્ષ જ્યાં આજે પણ હજારોની સંખ્યામાં ચકલીઓ કરે છે વસવાટ..

તકેવાલી મસ્જિદ સામે આશરે 100થી 150 વર્ષ જૂનું બોરડીનું ઝાડછે, જેમાં દરરોજ 15 થી 20હજાર જેટલી ચકલીઓ સવાર સાંજ જોવા મળે છે

Ajab Gajab News Trending
બિપિન રાવત 4 ભુજનું એક એવું વૃક્ષ જ્યાં આજે પણ હજારોની સંખ્યામાં ચકલીઓ કરે છે વસવાટ..

આજના આધુનિક સમયમાં પક્ષી જગત સાથે નાતો લગભગ ખતમ થઈ ગયો છે. આજનું કોંક્રીટનું જંગલ પક્ષી જગત ને જાણે કે માફક જ નથી આવી રહ્યું. અને તેમાં યે ચી..  ચી.. અવાજ કરી કલબલાટ કરતી ચકલીઓ તો હવે જાણે માત્ર ચિત્રોમાં જ જોવા મળે છે. ઘર આંગણે કલબલાટ કરી ઘરમાં માળો  બાંધતી ચકલી છેલ્લા કેટલાક વર્ષોથી જાણે અદ્રશ્ય થઈ  ગઈ છે.

આજે વિશ્વ ચકલી દિવસ પર જાણો ચકલીઓ વિશેની રસપ્રદ વાતો - GSTV

પરંતુ ભુજમાં એક અનોખુ વૃક્ષ આવેલું છે. જેના પર કેટલાક વર્ષોથી હજારોની સંખ્યામાં ચકલીઓ વસે છે. પોતાના ચીચી અવાજથી આજે પણ આસપાસના લોકોનું મનોરંજન કરે છે.

કચ્છ- ભુજના વોકળા ફળિયામાં આવેલી જૂની લોહાણા મહાજનવાડી પાસેની તકેવાલી મસ્જિદ સામે આશરે 100થી 150 વર્ષ જૂનું બોરડીનું ઝાડછે, જેમાં દરરોજ 15 થી 20હજાર જેટલી ચકલીઓ સવાર સાંજ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છમાં બોરડીનું આ એકમાત્ર વૃક્ષ છે જેની લતાઓ જમીનને અડવા માંડી છે.

વિશ્વ ચકલી દિવસ - Abtak Media

રાત્રીના સમયમાં તો જાણે ઝાડ પર બલ્બ લગાડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. કચ્છ જિલ્લામાં આવું ઝાડ બીજે ક્યાંય પણ નથી કે જ્યાં આટલી સંખ્યામાં ચકલીઓ જોવા મળટી હોય.

અગાઉ ભુજ અંજાર હાઇવે પર આવેલ શેખપીર દરગાહ પાસેના બાવળના ઝાડ પર મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળતી હતી. પરંતુ વોકળા ફળિયાના બોરડીના ઝાડ જેટલી વિશાળ સંખ્યા સાથેની ચકલીઓ બીજે કોઈ ઝાડ પર જોવા નથી મળતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ ઝાડ પર ચકલીઓ દેખાય છે અને કલબલાટ કરે છે. પોતાના મધુર અવાજથી ચકલીઓ સવાર સાંજ કલબલાટ કરે છે.

વિશ્વ ચકલી દિવસ / નાનપણમાં આંગણામાં રમતા ચકીબેન ક્યાં ખોવાયા! આ છે કારણો -  GSTV

શહેરમાં વિકાસના અનેક કામો થતાં ગયાં અને નવા નવા બાંધકામો થતાં ગયાં. જેના પરિણામે પક્ષીઓ પણ ઓછા જોવા મળી રહ્યાં છે પણ ભુજ શહેરની ભરબજારે આવેલા આ ઝાડ પર હજારોની સંખ્યામાં ચકલીઓજોઈ શકાય છે.  આશરે 100થી 150 વર્ષ જૂના આ ઝાડ પર પોતાના મધુર અવાજથી ચકલીઓ સવારસાંજ કલબલાટ કરે છે અને સવારના ભાગમાં તો એલાર્મની પણ જરૂર પડતી નથી. ચકલીઓના અવાજથી જ ઉઠી જવાય છે.

 

ગજબ હો, / અહીં છે એશિયાની સૌથી મોટી કીડીઓની વસાહત, દોઢસો વીઘા જમીનમાં કરોડો કીડીઓ

હિન્દુ ધર્મ / ધ્વજ હિંદુ પરંપરાનો એક ભાગ છે, તેને ઘર કે મંદિરમાં લગાવવાથી દૂર થાય છે વાસ્તુ અને ગ્રહોના દોષ

હિન્દુ ધર્મ / યજ્ઞ અને હવનમાં આહુતિ આપતી વખતે શા માટે સ્વાહા ઉચ્ચારવામાં આવે છે, જાણો કેમ ?

આસ્થા / કટાર અને તલવાર બહાદુરી અને મહેનતનું પ્રતીક છે, લગ્ન વખતે વરરાજા તેની સાથે કેમ રાખે છે?

કચ્છ / અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ ખેંચ્યા પાછા..

National / CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ