નવી દિલ્લી
દેશનાં સૌથી મોટા એવાં ખાનગી ક્ષેત્રની બેંક આઇસીઆઇસીઆઇનાં એમડી પદથી ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે.તમને જણાવી દઈએ કે ચંદા કોચર અચાનક જુન મહિનાથી રજાઓ ગાળવા જતી રહી હતી.
બેંક દ્વારા સંદીપ બક્ષીને નવા એમડી અને સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા એમડી ઘોષિત કર્યા બાદ બેંકના શેરમાં તેજી આવી છે. હાલ બેન્કના શેર ૩ ટકાથી વધારે થઇ ગયા છે.
નવા એમસી બખ્શીનો કાર્યકાળ ૫ વર્ષ સુધીનો હશે જે વર્ષ ૨૦૨૩માં ૩ ઓક્ટોમ્બરના રોજ પૂરો થશે.
તમને જણાવી દઈએ કે, ચંદા કોચર વિરૂદ્ધ વીડિયોકોન સમૂહને ખોટી રીતે ધિરાણ આપવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે ચંદા અને તેનાં પતિનાં ઉપર ઘણા સમયથી તપાસ તહી રહી છે.
આઇસીઆઇસીઆઇ બેંક બોર્ડ છેલ્લાં કેટલાંય મહીનાથી એક નવા જ પ્રબંધ સંચાલકની તપાસમાં હતી તે સમયથી એવું લાગી રહ્યું હતું કે ચંદાને ટૂંક સમયમાં જ પદ પરથી હટાવી શકાશે.
પરંતુ 4 ઓક્ટોમ્બરથી તેઓએ તત્કાલ પ્રભાવે પોતાનું પદ છોડી દીધું છે.