વખાણ/ ભારત અને અમેરિકાની નૌકાદળો વચ્ચેનું જોડાણ ‘અતૂટ’:માઇકલ ગિલ્ડ

એડમિરલ ગિલ્ડેએ ઇન્ડો-પેસિફિકને “વર્તમાન અને ભવિષ્યમાં આશાનું કિરણ” બનાવવા માટે બંને નૌકાદળોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

Top Stories
લલલ ભારત અને અમેરિકાની નૌકાદળો વચ્ચેનું જોડાણ ‘અતૂટ’:માઇકલ ગિલ્ડ

યુએસ નેવી ચીફ ઓફ ઓપરેશન્સ એડમિરલ માઇકલ ગિલ્ડેએ આજે કહ્યું કે, મજબૂત દરિયાઇ દળ વિના દરિયામાં સુરક્ષા સુનિશ્ચિત કરી શકાતી નથી. આ સાથે, તેમણે ભારત અને અમેરિકાની નૌકાદળો વચ્ચેના જોડાણને ‘અતૂટ’ ગણાવ્યું. એડમિરલ ગિલ્ડેએ મુંબઈ સ્થિત ભારતીય નૌકાદળના પશ્ચિમી કમાન્ડની મુલાકાત વખતે આ નિવેદન આપ્યું હતું. તેમના સંબોધનમાં, એડમિરલ ગિલ્ડેએ ઇન્ડો-પેસિફિકને “વર્તમાન અને ભવિષ્યમાં આશાનું કિરણ” બનાવવા માટે બંને નૌકાદળોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અમેરિકી નૌકાદળના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું હતું કે, સમુદ્ર અને ઉપર બંને બાજુએ “શાંતિ અને સમૃદ્ધિ” માટે ચૂકવણી કરવાની કિંમત છે. એડમિરલ ગિલ્ડેએ કહ્યું, ‘મજબૂત દરિયાઈ બળ વિના સમુદ્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરી શકાતી નથી.’ ગિલ્ડે ભારતની પાંચ દિવસની મુલાકાતે છે જેના અંતે તેઓ મુંબઈ પહોંચ્યા. તેમણે કહ્યું કે, અમારું જોડાણ અતૂટ છે. યુએસ નેવી અમારી નૌકાદળો વચ્ચે કાયમી સહયોગ જાળવવા અને વધારવા માટે પ્રતિબદ્ધ છે. હું તેના માટે પ્રતિબદ્ધ છું. અલબત્ત આપણી તાકાત એકતામાં રહેલી છે. યુએસ નેવલ ઓપરેશન્સના ચીફ એડમિરલ માઇકલ ગિલ્ડેએ બંગાળની ખાડીમાં પરમાણુ સંચાલિત યુએસ એરક્રાફ્ટ કેરિયર “કાર્લ વિન્સન” પર સવાર ભારતીય નૌકાદળના ચીફ એડમિરલ કરમબીર સિંહ અને અન્ય 11 વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની મેજબાની કરી હતી. અમેરિકાએ માલાબાર અભ્યાસના બીજા તબક્કા દરમિયાન તેના વિમાનવાહક જહાજને તૈનાત કર્યું છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન – ક્વાડ દેશોની નૌકાદળો આ અભ્યાસમાં ભાગ લઈ રહી છે.

યુએસ નેવીએ કહ્યું કે, એડમિરલ ગિ્લડેએ માલબાર કવાયત દરમિયાન કાર્લ વિન્સન પર સવાર 12 ભારતીય વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની મીજબાની કરી હતી. ચાર દિવસની કવાયત મંગળવારે શરૂ થઈ. એડમિરલ ગિલડે 11 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારતની પાંચ દિવસની મુલાકાતે છે.