Surendranagar/ દસાડા તાલુકાના નાના રણમાં મીઠાના ખારા પાણીના ભાવને લઈ આંદોલન

નાના રણ વિસ્તારમાં અગરિયા મહાસંઘના નેજા હેઠળ ખારા પાણીના ભાવ વધારા માટે આંદોલનનું રણશિંગુ ફુંકાયુ છે. ત્યારે એક માર્ચના રોજ જોગડ રણ વિસ્તારમાં યોજાયેલ મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો હતો…..

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 03 05T181339.848 દસાડા તાલુકાના નાના રણમાં મીઠાના ખારા પાણીના ભાવને લઈ આંદોલન

@પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠુ પકવ્યા બાદ ખારા પાણીના ઉપયોગથી બિટન બનાવવામા આવે છે. ખારા પાણીના ભાવ વેપારી દ્વારા ઘટાડી દેવામાં આવતા અગરિયાઓ દ્વારા ખારુ પાણી વેચાણ નહીં કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે મીઠાનું ખારુ પાણી ખરીદવા આવેલ ટેન્કરોને પાછા મોકલવામાં આવ્યા હતા.

WhatsApp Image 2024 03 05 at 6.14.03 PM દસાડા તાલુકાના નાના રણમાં મીઠાના ખારા પાણીના ભાવને લઈ આંદોલન

નાના રણ વિસ્તારમાં અગરિયા મહાસંઘના નેજા હેઠળ ખારા પાણીના ભાવ વધારા માટે આંદોલનનું રણશિંગુ ફુંકાયુ છે. ત્યારે એક માર્ચના રોજ જોગડ રણ વિસ્તારમાં યોજાયેલ મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે જ્યાં સુધી મીઠાના ખારા પાણીના ભાવમાં વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી પાણીનું વેચાણ કરાશે નહીં.

આ સંદર્ભે અગરીયા મહાસંઘ સહિત અગરિયાઓ દ્વારા મીઠાના ખારા પાણી ઓછી કિંમતે નહીં વેચવા નિર્ણય કરાયો છે. રણમાં ખારું પાણી ખરીદવા જતા ટેન્કરોને પરત મોકલવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ જેટલા અગરીયા જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે પાટડી પોલીસ તૈનાત રહી હતી.

આગામી દિવસોમાં વેપારીઓ દ્વારા ભાવ વધારો કરવામાં આવે તો જ મીઠાનું પાણી વેચાણ કરવામાં આવશે તેમ મહાસંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મીઠા ઉત્પાદન બાદ ખારા પાણી દ્વારા બિટન બનાવવામાં આવે છે, પરંતુ બિટનના ભાવમાં ઘટાડો થયો હોવાથી ખારા પાણીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :લોકસભા ચૂંટણી પૂર્વે યોગી આદિત્યનાથ સરકારની કેબિનેટનું વિસ્તરણ

આ પણ વાંચો :સુકો બરફ ખાવાથી હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો, જાણો Dry Ice વિશે…