Not Set/ ભાવનગર અકસ્માતના મૃતકોને રૂ. ૪ લાખની સહાય જાહેર કરતા સીએમ

ભાવનગર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ચાર-ચાર લાખની સહાય જાહેર કરવામાં આવી છે.  ભાવનગરથી સિમેન્ટ ભરીને જઈ રહેલો ટ્રક રાતના અઢી વાગ્યાના સુમારે ભાવનગર-અમદાવાદ ટૂંકા માર્ગ પર જઈ રહ્યો હતો ત્યારે બાવળિયારી નજીક આ ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે ટ્રકમાં સવાર બાળકો, મહિલાઓ, સહિત ૧૯ વ્યક્તિના મોત નીપજ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી […]

Gujarat Others Trending Videos
bhavnagar ભાવનગર અકસ્માતના મૃતકોને રૂ. ૪ લાખની સહાય જાહેર કરતા સીએમ

ભાવનગર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના પરિવારને રાજ્ય સરકાર દ્વારા ચાર-ચાર લાખની સહાય જાહેર કરવામાં આવી છે.  ભાવનગરથી સિમેન્ટ ભરીને જઈ રહેલો ટ્રક રાતના અઢી વાગ્યાના સુમારે ભાવનગર-અમદાવાદ ટૂંકા માર્ગ પર જઈ રહ્યો હતો ત્યારે બાવળિયારી નજીક આ ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે ટ્રકમાં સવાર બાળકો, મહિલાઓ, સહિત ૧૯ વ્યક્તિના મોત નીપજ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ-ભાવનગર માર્ગ પર બાવળિયારી ગામ નજીક ટ્રક પલટી ખાઈ જવાના ગમખ્વાર અકસ્માતમાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યકિતઓ પ્રત્યે દિલસોજી અને શોકની લાગણી વ્યકત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યકિતઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય તેમજ ઇજાગ્રસ્તોને રૂ. પ૦ હજારની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ ગંભીર દુર્ઘટના અંગે ટ્રક ચાલક અને ટ્રક માલિકની સંપૂર્ણ તપાસ માટે પણ તંત્રવાહકોને સૂચના આપવામાં આવી છે.

આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર તળાજા તાલુકાના સરતાનપર અને પાદરી ગામના હતા. આ ગોઝારા અકસ્માતની ઘટના અંગે રાજ્ય સરકાર દ્વારા તુરત ગંભીરતાને ધ્યાનમાં લઈને અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને રૂપિયા ચાર-ચાર લાખની સહાય જાહેર કરવામાં આવી છે.