ગુજરાત/ વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, એરપોર્ટથી કમલમ સુધીના રોડ શોમાં લાખો લોકો ઉમટ્યા

ભાજપે ચાર રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજ્ય મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને અમદાવાદના રસ્તા પર રોડ શો કરી રહ્યા છે. જ્યાં ઠેરઠેર તેમનુ સ્વાગત કરાઈ રહ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
modi

ભાજપે ચાર રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજ્ય મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે આજે વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને અમદાવાદના રસ્તા પર રોડ શો કરી રહ્યા છે. જ્યાં ઠેરઠેર તેમનુ સ્વાગત કરાઈ રહ્યું છે. લોકોનુ અભિવાદન ઝીલીને તેઓ કમલમ તરફ આગળ વધી રહ્યાં છે. 10 મહિના બાદ વડાપ્રધાન મોદી ગુજરાતની ધરતી પર આવ્યા છે, ત્યારે તેમને વધાવવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેમની સાથે ખુલ્લી જીપમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સાથે દેખાઈ રહ્યા છે.

પીએમ મોદીના સ્વાગતમાં કોઈ ખામી રાખવામાં આવી નથી. ગુજરાતની ધરતી પર પ્રધાનમંત્રી મોદીને આવાકારવાની તૈયારીઓ અમદાવાદના રસ્તાઓ પર દેખાઈ રહી છે. ચાર રાજ્યની ચૂંટણીના વિજય બાદ પ્રધાનમંત્રી સ્વાગતમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનુ અભિવાદન કરાશે. એરપોર્ટથી કમલમ સુધીના માર્ગ પર સાંસ્કૃતિક કાર્યક્મ થકી પ્રધાનમંત્રીનુ અભિવાદન કરાશે. એરપોર્ટ થી માંડી કમલમ સુધી કુલ 52 સ્ટેજ પર હાલ વિવિધ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં દેશની અલગ અલગ સંસ્કૃતિને કાલાકારો રજૂ કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે ભવ્ય રોડ શો બાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધન કરશે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ, ભાજપના પ્રદેશ હોદ્દેદારો સહિત સેંકડો કાર્યકરો આ સમયે ઉપસ્થિત રહેશે. તેઓ રાજ્યની તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સંવાદ કરશે. અંદાજે દોઢ લાખ કરતા વધુ લોકોની અહીં ઉપસ્થિતિ રહેશે. 4 રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપનું આ ભવ્ય શક્તિ પ્રદર્શન બની રહેશે. સંમેલનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થશે. આજના સંમેલન થકી પ્રધાનમંત્રી ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે.