Not Set/ છત્તીસગઢમાં ચૂંટણી પહેલા મોટો નક્સલી હુમલો : 4 જવાન શહીદ, 2 ઘાયલ

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજાપુરમાં મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં સીઆરપીએફના લગભગ 4 જવાન શહીદ છે. આ મામલે 2 જવાન ઘાયલ થયા હોવાની ખબર છે. નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાન સીઆરપીએફ-168 બટાલિયનના હતા. જવાનો એરિયા ડોમિનેશન માટે નીકળ્યા હતા, ત્યારે બાસાગૂડાના મુરદોંડા ગામ નજીક વિસ્ફોટ થયો હતો. સીઆરપીએફના એએસપી દિવ્યાંગ પટેલે આ ઘટનાની પુષ્ટિ કરી […]

Top Stories India
છત્તીસગઢમાં ચૂંટણી પહેલા મોટો નક્સલી હુમલો : 4 જવાન શહીદ, 2 ઘાયલ

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજાપુરમાં મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં સીઆરપીએફના લગભગ 4 જવાન શહીદ છે. આ મામલે 2 જવાન ઘાયલ થયા હોવાની ખબર છે.

નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાન સીઆરપીએફ-168 બટાલિયનના હતા. જવાનો એરિયા ડોમિનેશન માટે નીકળ્યા હતા, ત્યારે બાસાગૂડાના મુરદોંડા ગામ નજીક વિસ્ફોટ થયો હતો. સીઆરપીએફના એએસપી દિવ્યાંગ પટેલે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

હુમલા સમયે જવાનો ખાનગી ઝાયલો ગાડીમાં સવાર હતા. એમની મુવમેન્ટની સૂચના નક્સલીઓને પહેલાથી જ મળી ગઈ હતી. નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો હતો. જવાનો પાસેના મોબાઈલ ફોન, વાયરલેસ સેટ સહીત પાંચ રાયફલ અને બે એકે-47 પણ નક્સલીઓએ લૂંટી લીધી હતી.

જણાવી દઈએ કે, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે, તેમજ આચાર સંહિતા પણ લાગુ થયેલી છે.