explanation/ અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ મામલે અમદાવાદ પોલીસે કર્યો ખુલાસો, કોઇ રેડ પાડવામાં આવી નથી

ગઇકાલે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર પોલીસે દરોડા પાડ્યા છે તે અંગે આમ આદમી પાર્ટીના નેતાઓએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી,

Top Stories Gujarat
11 14 અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ મામલે અમદાવાદ પોલીસે કર્યો ખુલાસો, કોઇ રેડ પાડવામાં આવી નથી

ગઇકાલે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર પોલીસે દરોડા પાડ્યા છે તે અંગે આમ આદમી પાર્ટીના નેતાઓએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી, આ દરોડા મામલે અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને ભાજપ સરકાર પર નિશાન સાંધ્યું હતું. આ દરોડાની વાત સમગ્ર દેશમાં વાયુવેગે પ્રસરી ગઇ હતી,પરતું આ મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો હતો, અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીની ઓફિસ  પર કોઇપણ જાતની રેડ પાડવામાં આવી નથી  તેવો મોટો ખુલાસો  કર્યો છે.

ઉલ્લેખનીય છે કેઆમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે સાંજે અમદાવાદ પહોંચી ગયા હતા, તેઓ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેઓ આવતાની સાથે જ પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહિત  ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાત પોલીસે AAPની ઓફિસ પર દરોડા પાડ્યા છે. ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ગુજરાત પોલીસના 2 કલાકના દરોડામાં કંઈ મળ્યું નથી. તેઓએ કહ્યું કે તેઓ પાછા આવશે.

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની ઓફિસમાં ગુજરાત પોલીસના દરોડા પર પણ ટ્વીટ કર્યું છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીને મળી રહેલા જનસમર્થનથી બીજેપી  ચોંકી ગઈ છે. કેજરીવાલે લખ્યું છે કે, ‘ગુજરાતના લોકો તરફથી ભાજપને મળી રહેલા જબરદસ્ત સમર્થનથી ખૂબ જ આઘાત લાગ્યો છે. ગુજરાતમાં AAPની તરફેણમાં તોફાન ચાલી રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કશું મળ્યું નહીં, ગુજરાતમાં પણ કશું મળ્યું નહીં. અમે કટ્ટર પ્રમાણિક અને દેશભક્ત લોકો છીએ.