ગુજરાત/ હવે સાબરમતીની સાથે સાથે ગુજરાતની આ 4 જગ્યાએથી ઉડશે સી-પ્લેન

સુરતથી ભુજ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની એર કનેક્ટિવિટી થશે. 9 સીટનું સી પ્લેન શરૂ થશે. ભુજથી અમદાવાદ 50 સીટનું સી પ્લેન શરૂ કરાશે.

Gujarat
Untitled 195 હવે સાબરમતીની સાથે સાથે ગુજરાતની આ 4 જગ્યાએથી ઉડશે સી-પ્લેન

તાજેતરમાં જ રાજપીપળા ખાતે આવેલ ભાજપના રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું છે. આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવા શરૂ થશે તેવી તેમણે ખાતરી આપી હતી. પૂર્ણેશ મોદીએ કહ્યું કે, આ વખતે અન્ય રાજ્યોના અન્ય જળાશયોમાંથી કેવડિયા સી પ્લેન આવે તેવું આયોજન સરકાર કરી રહી છે.

હાલ પ્રવાસીઓની ભીડ જોતા વહેલી તકે ફરી સી પ્લેન કેવડિયાના તળાવમાં ઉતરતું થઇ જશે તેવી પણ વાત કરી મંત્રીએ પ્રવાસીઓને આશ્વાશન આપ્યું હતું. જોકે હવે આ સેવા ક્યારે શરૂ થાય એ તો હવે કેન્દ્ર સરકારને આભારી છે. હાલમાં પ્રવાસીઓની રોજની 100થી વધુ ઇન્ક્વાયરી આવી રહી છે.

આ પણ વાંચો ;ગુજરાત /  રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર શૂન્ય, મિશન વિદ્યાના સર્વેમાં થયો મોટો ખુલાસો

નવી કનેક્ટિવિટી વધશે, સરકાર અને વિભાગ વચ્ચે સૈદ્ધાંતિક ચર્ચા થઇ છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી એક, મધ્ય ગુજરાતમાંથી અમદાવાદ સાબરમતી રિવરફ્ન્ટ, SoU કેવડિયા અને સુરતના પાણીનો કોઝવે આ ચાર જગ્યાએથી કનેક્ટિવીટી બનાવી સી પ્લેન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જે માટેના સર્વેનો હુકમ કર્યો છે. સુરતથી ભુજ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની એર કનેક્ટિવિટી થશે. 9 સીટનું સી પ્લેન શરૂ થશે. ભુજથી અમદાવાદ 50 સીટનું સી પ્લેન શરૂ કરાશે. તે બાબતે હાલ સર્વે ચાલુ છે. કેવડિયા સી પ્લેન જલ્દી જ શરૂ થશે એમ મંત્રીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, 365માંથી 250થી વધુ દિવસ સી-પ્લેન સેવા રહી બંધ છે. એક વર્ષ પહેલા 31 ઓક્ટોબરે સી-પ્લેનનો પ્રારંભ કરાયો હતો. કુલ 2458 મુસાફરોએ સી-પ્લેનમાં મુસાફરી કરી હતી. 9 એપ્રિલથી સી-પ્લેન માલદીવથી પરત ફર્યું જ નથી.

આ પણ વાંચો ;પાકિસ્તાન સમાચાર / પાકિસ્તાને જેલમાંથી મુક્ત કર્યા 20 ભારતીય માછીમારો, વાઘા બોર્ડરથી વતન પરત ફરશે