Not Set/ 44 ઘેટા-બકરાનું કરાયું મારણ, જંગલી જાનવરે હુમલો કર્યાની શંકા

કચ્છ સરહદી લખપત તાલુકાનાં મુંધાય ગામની સીમમાં જંગલી જાનવરે 44 ઘેટા અને બકરાનું મારણ કરતાં માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. bજંગલી જાનવરનાં હુમલામાં 10 પશુઓ જખ્મી થયા છે. જેમને પશુ ચિકિત્સકો દ્વારા સારવાર આપવામાં આવી હતી.  હુમલાખોર પશુની શોધ માટે વનવિભાગ દ્વારા કામગીરી આરંભાઈ છે. નાયબ પશુપાલન નિયામક ડો.કે.જી બ્રહ્મક્ષત્રિયે જણાવ્યું હતું કે,37 ઘેટા અને 7 […]

Gujarat
maladhari 44 ઘેટા-બકરાનું કરાયું મારણ, જંગલી જાનવરે હુમલો કર્યાની શંકા

કચ્છ

સરહદી લખપત તાલુકાનાં મુંધાય ગામની સીમમાં જંગલી જાનવરે 44 ઘેટા અને બકરાનું મારણ કરતાં માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. bજંગલી જાનવરનાં હુમલામાં 10 પશુઓ જખ્મી થયા છે. જેમને પશુ ચિકિત્સકો દ્વારા સારવાર આપવામાં આવી હતી.  હુમલાખોર પશુની શોધ માટે વનવિભાગ દ્વારા કામગીરી આરંભાઈ છે.

નાયબ પશુપાલન નિયામક ડો.કે.જી બ્રહ્મક્ષત્રિયે જણાવ્યું હતું કે,37 ઘેટા અને 7 બકરાનું મારણ કર્યુ છે. પશુ ચિકિત્સક ડૉ.વિરલ બારોટે જણાવ્યું હતું કે,જેસા પેથાનાં 13,રબારી વેરશી વાલાનાં 11 અને રબારી રમેશ અરજણ નામનાં માલધારીનાં 20 પશુઓ છે. જો કે,હજુ સુધી કયા જાનવર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે સ્પષ્ટ થઈ શકતું નથી.

હુમલા ખોર પશુની ભાગ મેળવવા વનવિભાગ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી છે. નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિયે વિગતો આપતા જણાવ્યું હતુ કે, લખપત તાલુકાના મુંધાય ગામની સીમમાં જંગલી જનાવરે હુમલો કરી ૩૭ ઘેટા તેમજ ૭ બકરાનું મારણ કર્યું હતું.

જ્યારે ૧૦ પશુઓને જખ્મી કરતા પશુ ચિકિત્સકો દ્વારા તેમને સારવાર અપાઈ હતી. પશુ ચિકિત્સક ડો. વિરલ બારોટે વધુ વિગતો આપતા જણાવ્યું કે, જંગલી જનાવરના હુમલામાં ૪૪ પશુઓના મોત થયા છે. જેમાં રબારી જેસા પેથાના ૧૩, રબારી વેરશી વાલાના ૧૧ અને રબારી રમેશ અરજણ નામના માલધારીના ર૦ પશુઓ છે. કયા જંગલી જનાવર દ્વારા હુમલો કરવામાં આવ્યો તે સ્પષ્ટ થઈ શકતુ નથી. ત્યારે વન વિભાગની ટીમ દ્વારા પણ ફૂટ પ્રિન્ટ સહિતની વિગતો ચકાસવામાં આવી રહી છે.