Not Set/ ભાજપ પ્રમુખ C R પાટીલના પુત્રને કોરોના,  સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે પોતાનો પગદંડો જમાવ્યો છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલ કોરોના સંક્રમિત થયા છે.

Top Stories Gujarat Surat
corona 1 ભાજપ પ્રમુખ C R પાટીલના પુત્રને કોરોના,  સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે પોતાનો પગદંડો જમાવ્યો છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલ કોરોના સંક્રમિત થયા છે. અને તેમને સુરત ખાતે ખાગની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત હાલ સ્થિર હોવાનું કહી રહ્યા છે. નોંધનિય છે આ પહેલા સીઆર પાટીલ પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.

ગુજરાત રાજ્યમાં કોરોનાને વેગ પકડ્યો છે. અને આ અગે સરકારે માસ્ટર પ્લાન અંગે બેઠક કરી છે. જેમા રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિત અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. બેઠકમાં કોરોના વેક્સિન ટ્રાયલ, રાજ્યના 4 મનપા વિસ્તારમાં વધતાં કેસ આરોગ્ય સુવિધા અને બેડની સ્થિતી અંગે પણ ચર્ચા હાથ ધરવવામા આવી. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાથી મૃત્યુદર તેમજ કોરોનાની હાલની સ્થિતીનું બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…