Not Set/ પ્રેમિકાના ઘરના ઉંબરે પ્રેમીએ કર્યું અગ્નિસ્નાન ..!!

યુપીના મહારાજગંજમાં એક 23 વર્ષિય પ્રેમીએ પોતાની પ્રેમિકાના ઘરે જઈ ને દરવાજા પાસે જ પોતાનો જીવ આપ્યો છે. આ ઘટનામાં યુવતીના પિતા પણ દાઝી ગયા છે. ગર્લફ્રેન્ડે ઘરની બહાર પડેલા મૃતદેહને ઓળખવાની પણ ના પડી હતી. યુપીના  મહારાજગંજ શહેરના ફરરેંડા રોડ વિસ્તારમાં પ્રેમિકાના ઘરની બહાર  પ્રેમીનું  મોત થયાની ઘટના સામે આવી છે.  શનિવારે સાંજે, 23 […]

Top Stories India
symbolic image 1569078730 પ્રેમિકાના ઘરના ઉંબરે પ્રેમીએ કર્યું અગ્નિસ્નાન ..!!

યુપીના મહારાજગંજમાં એક 23 વર્ષિય પ્રેમીએ પોતાની પ્રેમિકાના ઘરે જઈ ને દરવાજા પાસે જ પોતાનો જીવ આપ્યો છે. આ ઘટનામાં યુવતીના પિતા પણ દાઝી ગયા છે.

ગર્લફ્રેન્ડે ઘરની બહાર પડેલા મૃતદેહને ઓળખવાની પણ ના પડી હતી. યુપીના  મહારાજગંજ શહેરના ફરરેંડા રોડ વિસ્તારમાં પ્રેમિકાના ઘરની બહાર  પ્રેમીનું  મોત થયાની ઘટના સામે આવી છે.  શનિવારે સાંજે, 23 વર્ષીય પ્રેમી તેની ગર્લફ્રેન્ડના ઘરના દરવાજે જ આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં યુવતીના પિતા પણ દાઝી ગયા છે.

બાળકીના દાઝેલા પિતાને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કહેવાય છે કે મૃતક કિશન આર્ય ચોક વિસ્તારના બસંતપુર ગામનો રહેવાસી હતો. તે શહેરમાં કપડાની દુકાનમાં કામ કરતો હતો.

મળતી માહિતી મુજબ, કિશન શનિવારે સાંજે યુવતીના ઘરે પહોંચ્યો હતો. અને તેના ઘરની બહાર જ અગ્નિ સ્નાન કર્યું હતું. તેને બચાવવા વચ્ચે પડેલા યુવતીના પિતા પણ બહુ જ ખરાબ રીતે દાઝી ગયા હતા. યુવકનો  મૃતદેહ ગર્લફ્રેન્ડના ઘરની બહાર પડેલો હતો.

મૃતકના સ્વજનોએ યુવતીના પરિવારના સભ્યો પર સળગાવી દઈને હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે. તે જ સમયે, યુવતીના સબંધીઓનું કહેવું છે કે તે જાતે જ તેના શરીરને અગ્નિ આપીને બહારથી આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

અગાઉ પ્રેમમાં જેલમાં જઈ આવ્યો હતો.

કિશન આર્ય બે ભાઈઓમાં મોટો હતો. તેની એક બહેન પણ છે. બે વર્ષ પહેલા તે આ છોકરી સાથે ભાગી ગયો હતો. પરંતુ ત્યારે તે યુવતી સગીરા હોવાથી,  યુવતીના પિતાની ફરિયાદના આધારે કોતવાલીમાં કેસ નોંધાયો હતો, જેમાં તેને જેલ મોકલી દેવાયો હતો. જેલમાંથી બહાર આવ્યા પછી બંને ફરી ભાગી ગયા હતા.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.