પાટણ/ જૈન ધર્મમાં નાની ઉંમરથી જ ત્યાગના સંસ્કાર, એક જ ‘ઘા’માં મેં મુખ્યમંત્રીપદનો કર્યો ત્યાગ : પૂર્વ CM રૂપાણી

પૂર્વ મુખ્યમંત્રીએ જાણવું હતું કે, ‘જૈન ધર્મમાં નાની ઉંમરમાં ત્યાગના સંસ્કાર આપવામાં આવે છે. જેથી મે પણ એક જ ઘામાં મુખ્યમંત્રી છોડી દીધું હતું.

Gujarat Others Trending
જૈન ધર્મ જૈન ધર્મમાં નાની ઉંમરથી જ ત્યાગના સંસ્કાર, એક જ ‘ઘા’માં મેં
  • પાટણની મુલાકાત વેળાએ રૂપાણીની ટિપ્પણી
  • જૈન ધર્મમાં ત્યાગએ સંસ્કૃતિનો ભાગ-રૂપાણી

પાટણ જીલ્લામાં જૈન ધર્મના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોચેલા પૂર્વ મુખ્યમંત્રીએ જૈન ધર્મ ને લગતી એક વાતોને રાજકારણ સાથે જોડીને પોતાના ત્યાગપત્રનું કારણ જણાવ્યુ હતું. પાટણ જિલ્લાના પંચાસરા જૈન દેરાસર પાસે આવેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ સહિત 45 ગ્રંથોનું ચાંદીની મુદ્રાથી પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રીએ જાણવું હતું કે, ‘જૈન ધર્મ માં નાની ઉંમરમાં ત્યાગના સંસ્કાર આપવામાં આવે છે. જેથી મે પણ એક જ ઘામાં મુખ્યમંત્રીપદ છોડી દીધું હતું.’ વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, જૈન ધર્મમાં સાધુ-સાધ્વીજી તેમના શરીરની પરવા કર્યા વગર ભગવાન મહાવીરના ઉપદેશને જનજન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વાઘજી વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે જ્ઞાન પૂજા કરવામાં આવી હતી. મુનિરાજ ચારિત્ર રત્ન વિજયજી અને નિપુણરત્ન વિજયજી આદિ સાધુ-સાધ્વી આદિ ઠાણા 34ના સાનિધ્યમાં પંચાસરા જૈન દેરાસર પાસે આવેલા સિદ્ધહેમ જ્ઞાનપીઠના માધ્યમથી વિશાળ રંગમંડપ તૈયાર કરવામાં આવ્યો હતો.

 

દીવ / નાગવા બીચ પર દૂર્ઘટના, પેરાગ્લાઇડિંગ દરમિયાન તૂટ્યું દોરડું, દંપતી હવામાં ફંગોળાયું

જેતપુર / પ્રેમીયુગલ હિના-આશિષને પ્રેમ તો ન મળ્યો, પરંતુ કર્યું એવું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો

National / ED અને CBI ડાયરેક્ટરનો કાર્યકાળ વધારાયો, કેન્દ્ર સરકારે બે વટહુકમ બહાર પાડ્યા