Not Set/ ગુજરાતમાં દરીયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

  તંત્રને એલર્ટ જાહેર કરાયુ: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતથી ચોમાસુ અમદાવાદ તરફ આગળ વધી રહ્યુ છે. અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. […]

Top Stories Gujarat Others
karachi rains ગુજરાતમાં દરીયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

 

તંત્રને એલર્ટ જાહેર કરાયુ:

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતથી ચોમાસુ અમદાવાદ તરફ આગળ વધી રહ્યુ છે. અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ, મધ્ય ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ પર છે. જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓને કાર્યાલય ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરત ખાતે કોઈ આફતના સમયે મદદ માટે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરુર પડશે તો વધારે મદદ પણ માંગવામાં આવશે. હાલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયુ છે.

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જિલ્લાની મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે. તો વાપી, વલસાડ અને ઉમરગામ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. હજી પણ વરસાદ ચાલુ જ રહેશે તો સ્કુલમાં રજા જાહેર કરવામાં આવી શકે