Not Set/ કેનેડાએ ભારતના વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત, જુઓ

કેનેડાએ સ્ટુન્ડટ વિઝા મામલે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત ભારત અને ત્રણ અન્ય દેશોના વિદ્યાર્થીઓને વધારે સરળતાથી અને જલ્દી વીઝા આપી દેવામાં આવશે. આમ એક તરફ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને બીજીબાજુ વીઝા પ્રક્રિયામાં લાગનારા સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કેનેડાના આ નવા પ્રોગ્રામને કારણે સ્ટડી પરમીટ મેળવવા […]

World Trending
images 36 કેનેડાએ ભારતના વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત, જુઓ

કેનેડાએ સ્ટુન્ડટ વિઝા મામલે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત ભારત અને ત્રણ અન્ય દેશોના વિદ્યાર્થીઓને વધારે સરળતાથી અને જલ્દી વીઝા આપી દેવામાં આવશે. આમ એક તરફ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને બીજીબાજુ વીઝા પ્રક્રિયામાં લાગનારા સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કેનેડાના આ નવા પ્રોગ્રામને કારણે સ્ટડી પરમીટ મેળવવા માટે પહેલા જ્યારે ૬૦ દિવસ જેટલો સમય લાગતો હતો તે ઘટીને હવે ૪૫ દિવસ થઈ ગયો છે. યુકે અને યુએસએના નિયમો કડક થવાના કારણે ભણવા માટે કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે.

૨૦૧૭માં ૮૩,૪૧૦ ભારતીય  વિદ્યાર્થીઓએ કેનેડાની સ્ટડી પરમીટ મેળવી, જે ૨૦૧૬ની સરખામણીમાં ૫૮ ટકા વધારે છે. ઉલ્લેખનીય છે કે ભારત, ચીન,  વિયેતનામ અને ફિલિપન્સ તે વિદ્યાર્થીઓ જે  વિદેશમાં ભણવા માટે નાણાંકીય રીતે સક્ષમ છે અને ભાષાની જેમને સમસ્યા નથી તે નવા જાહેર કરવામાં આવેલા સ્ટુડન્ટ ડાઈરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) પ્રોગ્રામનો લાભ લઈ શકે છે. આમ, નવા પ્રોગ્રામ અંતર્ગત ભારત, ચીન, વિયેતનામ અને ફિલિપન્સને પ્રાથમિક્તા આપવામાં આવી છે.

આ પહેલા સ્ટુડન્ટ પાર્ટનર્સ પ્રોગ્રામ લાગુ હતો. સ્ટુડન્ટ પાર્ટનર્સ પ્રોગ્રામ (એસપીપી) કેનેડાની માત્ર ૪૦ કોલેજોમાં એપ્લાય કરનારા વિદ્યાર્થીઓ માટે જે લાગુ પડતો હતો. હવે ઈમિગ્રેશન, રેફ્યુઝી એન્ડ સીટીઝનશીપ કેનેડાના નિવેદન અનુસાર કેનેડાની દરેક માન્ય કોલેજને સ્ટુડન્ટ સિલેક્ટ કરી શકે છે.