Not Set/ હવે …. કિમોથેરેપી વગર પણ થઇ શકશે કેન્સરની સારવાર

હવે એ દિવસો દૂર નથી કે જ્યારે કેન્સરની સારવાર માટે કિમોથેરેપી જેવી પીડાદાયક પ્રક્રિયાથી પસાર નહી થવું પડે. અમેરિકાની નોર્થવેસ્ટર્ન યુનિવસિર્ટીના વૈજ્ઞાનિકોએ માનવ કોશિકામાં રહેલા એક એવા કિલ કોડની શોધ કરી છે. જે કિમોથેરેપી વગર જ કેન્સરની કોશિકાઆેને ખતમ કરી નાખશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ કિમોથેરેપી સારવાર દરમિયાન પ્રોટીનયુક્ત રાઈબોન્યુિક્લક એસિડ (આરએનએ)ના મોટા અણુઆેનો ઉપયોગ કેન્સરની કોશિકાઆેને […]

Health & Fitness Trending
Miro Cancer હવે .... કિમોથેરેપી વગર પણ થઇ શકશે કેન્સરની સારવાર

હવે એ દિવસો દૂર નથી કે જ્યારે કેન્સરની સારવાર માટે કિમોથેરેપી જેવી પીડાદાયક પ્રક્રિયાથી પસાર નહી થવું પડે. અમેરિકાની નોર્થવેસ્ટર્ન યુનિવસિર્ટીના વૈજ્ઞાનિકોએ માનવ કોશિકામાં રહેલા એક એવા કિલ કોડની શોધ કરી છે. જે કિમોથેરેપી વગર જ કેન્સરની કોશિકાઆેને ખતમ કરી નાખશે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ કિમોથેરેપી સારવાર દરમિયાન પ્રોટીનયુક્ત રાઈબોન્યુિક્લક એસિડ (આરએનએ)ના મોટા અણુઆેનો ઉપયોગ કેન્સરની કોશિકાઆેને ખતમ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ પ્રક્રિયામાંથી પસાર થવા દરમિયાન દર્દીઆેના વાળ ઉતરી જવા, બ્લડ ઈન્ફેક્શન, થાક, ઉંઘ ન આવવી, સતત ઉલટીઆે થવી, મોઢામાં ઘા પડવા અને મહિલામાં વાંઝીયાપણા જેવા પડકારો સામે ઝઝૂમવું પડે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર માનવની પ્રત્યેક કોશિકાઆેમાં જ રહેલા કિલ કોડ નાના આરએનએ અણુથી સજ્જ હોય છે જેને માઈક્રો આરએનએ પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક પીટરના જણાવ્યા અનુસાર કિમોથેરેપીની જગ્યાએ પ્રાકૃતિક તંત્રનો ઉપયોગ કરવા માગતા હતા. કિલ કોડ સીધા કેન્સરની કોશિકાઆે પર છોડી શકાશે. જેથી કેન્સરને જ ખતમ કરી શકાય.