Not Set/ જો પુનર્લગ્ન સાબિત થાય છે, તો પહેલા પતિની સંપત્તિ પર વિધવાનો અધિકાર સમાપ્ત થાય છે

હાઈકોર્ટે એવો નિર્ણય લીધો હતો કે જો કોઈ મહિલા તેના પતિના મૃત્યુ પછી પુનર્લગ્ન કરે છે અને આ સંપૂર્ણ રીતે સાબિત થાય છે, તો મૃત પતિના સંપત્તિ પરનો તેમનો અધિકાર સમાપ્ત થઇ જાય છે.

Top Stories Trending
લાલુ યાદ્દવ 1 જો પુનર્લગ્ન સાબિત થાય છે, તો પહેલા પતિની સંપત્તિ પર વિધવાનો અધિકાર સમાપ્ત થાય છે

છત્તીસગઢ હાઈકોર્ટે પુનર્લગ્નને લઇ મહત્વનો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે એવો નિર્ણય લીધો હતો કે જો કોઈ મહિલા તેના પતિના મૃત્યુ પછી પુનર્લગ્ન કરે છે અને આ સંપૂર્ણ રીતે સાબિત થાય છે, તો મૃત પતિના સંપત્તિ પરનો તેમનો અધિકાર સમાપ્ત થઇ જાય છે.

28 જૂનના રોજ હાઈકોર્ટના ન્યાયાધીશ સંજય કે અગ્રવાલે અપીલકર્તા લોકનાથની વિધવા બાઇ સામે દાખલ કરેલી સંપત્તિના દાવો સંબંધિત અપીલ નામંજૂર કરી હતી. અપીલમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિધવાએ સ્થાનિક રિવાજો દ્વારા ફરીથી લગ્ન કર્યા હતા. અપીલ કરનાર લોકનાથ કિયા બાઇના પતિનો પિતરાઇ ભાઇ છે. આદેશમાં જણાવાયું છે કે હિન્દુ વિધવા પુન:વિવાહ અધિનિયમ 1856 ની કલમ 6 મુજબ પુનર્લગ્નના કિસ્સામાં લગ્ન માટેની તમામ ઔપચારિકતાઓને સાબિત કરવી જરૂરી છે.

વિવાદ કિયા બાઇના પતિ ઘાસીની સંપત્તિના હિસ્સા સાથે સંબંધિત છે. 1942 ની સાલમાં ઘાસીનું અવસાન થયું. આ વિવાદિત સંપત્તિ મૂળ સુગ્રીવ નામના વ્યક્તિની હતી, જેને ચાર પુત્ર મોહન, અભિરામ, ગોવર્ધન અને જીવનધન હતા. દરેકનું મોત નીપજ્યું છે. ગોવર્ધનનો પુત્ર લોકનાથ આ કેસમાં વાદી હતો જ્યારે ઘાસી અભિરામનો પુત્ર હતો.

ચૂડી પ્રથા અનુસાર બીજું લગ્ન થયું હતું

લોકનાથ, જે હવે જીવંત નથી, કોર્ટમાં દાવો કરો હતો કે,  કિયા બાઈએ 1954-55માં તેના પતિની મૃત્યુ પછી ચૂડી પ્રથા (એક પરંપરાગત રિવાજ જેમાં એક માણસ વિધવા સાથે બંગડીઓ પહેરાવી વિવાહ કરે છે) અનુસાર લગ્ન કર્યા હતા. તેમને અને તેમની પુત્રી સિંધુને આગલા પતિની સંપત્તિમાં કોઈ હિસ્સો મળી શકે નહી.

કોર્ટમાં કેસ દરમિયાન કિયા બાઇનું પણ મોત નીપજ્યું હતું, અને તેની પુત્રીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, ઘાસીના જીવનકાળ દરમિયાન સંપત્તિની વહેચણી થઈ હતી. તેના મૃત્યુ પછી બંને સંપત્તિના વારસ હતા. તેમજ કિયા બાઈનું નામ વર્ષ 1984 માં તેહિલ્સદારે મહેસૂલ રેકોર્ડમાં શામેલ કર્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કિયા બાઇએ ક્યારેય લગ્ન કર્યા નથી તેથી સિવિલ સ્યુટને ફગાવી દેવો જોઇએ.

ટ્રાયલ કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે કિયા બાઈ અને તેની પુત્રી સંપત્તિમાં કોઈ પણ હિસ્સો મેળવવા માટે હકદાર નથી, જે ઘાસી અને તેના પિતા અભિરામના જીવનકાળ દરમિયાન મિલકતનું વિભાજન કરવામાં આવ્યું હતું, અને તે બાદ મિલકત કીયા બાઈના કબજામાં હતી.  તેમના પતિના મૃત્યુ પછી હિન્દુ સેકસન એક્ટ 1956 લાગુ થયા પછી, કિયા બાઇ સંપત્તિના સંપૂર્ણ માલિક બની હતી અને તેથી વાદી કોઈ પણ હુકમના હકદાર નથી. બાદમાં હાઇકોર્ટમાં બીજી અપીલ દાખલ કરવામાં આવી હતી.

આ કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે 18 જૂનના રોજ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો, જેનો ચૂકાદો 28 જૂન પર આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે રેકોર્ડ પર કોઈ સ્વીકાર્ય પુરાવા નથી કે કિયાબાઇએ ફરીથી લગ્ન કર્યા હતા અને સંપત્તિ પરનો પોતાનો અધિકાર ગુમાવ્યો હતો.