વરસાદ જ વરસાદ/ સુરતના કુંભારીયામાં ખાડી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી, ત્રણ-ત્રણ ફોરવ્હીલ ફસાઈ ખાડામાં

સુરતના પુણા કુંભારીયા રોડ પર આવેલ સારથી રેસિડેન્સીની દીવાલ ઘસી પડતા ત્રણ કાર બાજુમાં આવેલ ખાડીના પાણીમાં પડી હતી.દીવાલ પડતા રેસિડેન્સીના લોકો નીચે દોડી આવ્યા હતા.

Top Stories Gujarat Surat
Untitled 34 3 સુરતના કુંભારીયામાં ખાડી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી, ત્રણ-ત્રણ ફોરવ્હીલ ફસાઈ ખાડામાં

સુરતમા સતત વરસી રહેલા વરસાદને પગલે ખાડીમાં પાણીનું લેવલ વધ્યું હતું જેના કારણે કુંભારીયા ગામ ખાતે સારથી રેસીડેન્સીની દીવાલ ધરાશાહી થઈ ગઈ હતી.વરસાદ ને પગલે ખાડી ને લગોલગ નજીક બનાવેલી દીવાલ ધરાશાહી થતા ત્રણ કારો ખાડી માં પડી જતા નુકશાન થયું હતું. સુરત શહેરમાં આજે વહેલી સવારથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

સુરતના પુણા કુંભારીયા રોડ પર ખાડીના લગોલગ સારથી રેસિડેન્સી આવેલી છે. આજે સવારથી વરસાદના પગલે ખાડી બે કાંઠે વહી રહી છે. જેના કારણે નીચેની જમીનનું ધોવાણ થતાં આ ઘટના બની હતી. બનાવના પગલે પાલિકાની બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરની ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારબાદ તેઓએ ત્રણ બાઇકને પાણીમાંથી બહાર કાઢી હતી.આ સાથે જ ખાડીમાં પડી ગયેલી કારને પણ બહાર કાઢવામાં આવી હતી.સદનસીબે ઘટનામાં જાનહાની ટળી હતી.

દીવાલ પડતા રેસિડેન્સીના લોકોના નીચે દોડી આવ્યા હતા બનાવની જાણ સુરત ફાયર વિભાગને કરી હતી. બનાવની જાણકારી મળતા ફાયર વિભાગની ત્રણ ગાડી અને ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી, જે તે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ત્યારબાદ ત્રણ બાઇકને પાણીમાંથી બહાર કાઢી હતી. આ સાથે જ ખાડીમાં પડી ગયેલી કારણે પણ બહાર કાઢી હતી.

આ પણ વાંચો:ગુજરાતનાં આજે આ 6 જિલ્લામાં અતિભારે વરસાદનું ઍલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, જૂનાગઢ-નવસારીમાં પૂરની સ્થિતિ; ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા

આ પણ વાંચો:અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, શહેરના આ અંડરપાસ બંધ કરાયા

આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી શહેરમાં ચાલતા કાફે-રેસ્ટોરા પર પોલીસની તવાઈ