Gujarat Monsoon 2023/ અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, શહેરના આ અંડરપાસ બંધ કરાયા

અમદાવાદમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરુ થયું છે. અમદાવાદ શહેરના ચાર અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. ઉસ્માનપુરા, મિઠાખળી, કુબેરનગર અને અખબારનગર અંડરપાસને ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 30 અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, શહેરના આ અંડરપાસ બંધ કરાયા

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સેટેલાઈટ, બોપલ, ઈસ્કોન, ભૂયંગદેવ, નવરંગપુર વિસ્તારો ઉપરાંત મધ્ય અમદાવાદ અને પૂર્વ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે.હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં તારીખ 22 જુલાઇ શનિવાર અને 23 જુલાઈ રવિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરુ થયું છે. અમદાવાદ શહેરના ચાર અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. ઉસ્માનપુરા, મિઠાખળી, કુબેરનગર અને અખબારનગર અંડરપાસને ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદના એસ.જી. હાઈવે, વેજલપુર, પ્રહલાદનગર, સેટેલાઈટ, શિવરંજની, નહેરુનગર, શ્યામલ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.શહેરના રાણીપ, વાડજ, શેલા, શિલજ, વૈષ્ણોદેવી, CTM, શિવરંજની, જીવરાજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે ત્યારે આજે જુનાગઢ અને અમરેલીમાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે. જેના કારણે જુનાગઢ અને અમરેલી જાણે બેટમાં ફેરવાઇ ગયા છે. ત્યાં જ જુનાગઢમાં તો માલ-સામાનને ખૂબ જ નુક્સાન પહોંચ્યું છે. ત્યાં જ આજે સમી સાંજે અમદાવાદમાં પણ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો:રાહુલ ગાંધી માનહાનિનો કેસ, SCએ ગુજરાત સરકાર અને BJP ના પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ

આ પણ વાંચો:હું કોને બાંધીશ રાખડી? ગામમાં ચારેકોર સાંભળતું આક્રંદ

આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કોર્ટે આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર,પિતા પ્રજ્ઞેશ પટેલને જેલમાં મોકલવાનો

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી