અમદાવાદ/ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કોર્ટે આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર,પિતા પ્રજ્ઞેશ પટેલને જેલમાં મોકલવાનો કર્યો આદેશ

ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે આરોપીના પિતાને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાવો આદેશ

Top Stories Ahmedabad Gujarat
Untitled 25 4 ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કોર્ટે આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર,પિતા પ્રજ્ઞેશ પટેલને જેલમાં મોકલવાનો કર્યો આદેશ
  • ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ભયાનક અકસ્માત નો મામલો..
  • મુખ્ય આરોપી તથ્ય પટેલ ત્રણદિવસની રિમાન્ડ પર
  • પિતા પ્રજ્ઞેશ પટેલને જેલ હવાલે કરવાનો કોર્ટનો આદેશ

ઇસ્કોન બ્રિજ પર બુધવારની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફુલ સ્પીડમાં આવતી જેગુઆરની ટક્કક મારતાં 10 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ મામલે આજે આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.જ્યાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાવો આદેશ આપવામાં આવ્યો છે. અકસ્માત બાદ પિતા ઘાયલોને રડતા મુકીને પોતાના નબીરાને લઈને હોસ્પિટલ ગયો હતો. કોર્ટે મુખ્ય આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જયારે પિતાને જેલમાં મોકલી દેવાનો આદેશ કર્યો છે.

આરોપી તથ્ય પટેલની સાથે પોલીસે કારમાં સવાર બે યુવક અને ત્રણ યુવતી મળી કુલ પાંચ લોકોની અટકાયત કરી હતી. જેમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ અકસ્માત સ્થળે મૃતકના મિત્રોને ધમકી આપવા અને ડરાવવા બદલ પોલીસ દ્વારા ગુનોં નોંધવામાં આવ્યો છે.

તથ્ય પટેલ અને તેની સાથે હાજર તેના 5 મિત્રોના નિવેદન લેવાયા છે. તથ્યના પિતાનું પણ નિવેદન લેવામાં આવ્યુ છે. અક્સ્માત બાદ 3 યુવતી અને 2 યુવકો ક્યા ગયા હતા તે અંગે પણ તપાસ થશે. તેમજ આરોપી તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરાશે. જેમાં RTO વિભાગ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમાં 3 મહિનાથી લઈ 3 વર્ષ સુધી લાયસન્સ રદ થઈ શકે છે. તેમાં ટ્રાફિક પોલીસ પાસેથી RTO વિભાગે રિપોર્ટ મંગાવ્યો છે. તથા થાર ચલાવનાર સગીર પાસે પણ લાઇસન્સ ન હતુ. જેમાં થાર ચલાવનાર સામે પણ કાર્યવાહી થશે.

ઇસ્કોન બ્રિજ પર થાર કાર અને ડમ્પર વચ્ચે અથડામણ થઇ હતી. જેને જોવા માટે બ્રિજ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. અકસ્માત બાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પુર ઝડપે આવતી જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. તેમાં 10 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો:હું કોને બાંધીશ રાખડી? ગામમાં ચારેકોર સાંભળતું આક્રંદ

આ પણ વાંચો:તથ્ય પટેલે કારની સ્પીડ અંગે કર્યો મોટો ખુલાસો, જાણો કેટલી ઝડપે દોડી રહી હતી જેગુઆર

આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીઓની ધોળા દિવસ સરખેજ પોલીસ ઊંઘ ઉડાવશે

આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માત પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન, આરોપી પુત્ર અને પિતા સામે કડક થશે કાર્યવાહી