Not Set/ કળયુગનો ચોકાવનારો ખુલાસો/ કચરાના ઢગમાંથી મળેલી નવજાત સગા ભાઈ-બહેનના અનૈતિક સંબંધનું પરિણામ

સગા ભાઈ-બહેન વચ્ચે હતા શારીરિક સબંધ નવજાત બાળકી ભાઈ-બહેન અનૈતિક સંબંધનું પરિણામ ગર્ભવતી બહેન 18 વર્ષની અને 16 વર્ષનો ભાઈ ગર્ભ રહ્યું ત્યારે હતી 17 વર્ષની કિશોરી તરુણી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ નાબાલિક કિશોરની પોલીસે કરી અટકાયત 17 વર્ષીય સગા ભાઇએ શારીરિક સબંધ બાંધતા 18 વર્ષની બહેન માતા બની નવજાતને તરછોડનાર માતા ઓળખાયા બાદ ચોંકાવનારી […]

Gujarat Surat
WhatsApp Image 2020 01 17 at 4.46.45 PM કળયુગનો ચોકાવનારો ખુલાસો/ કચરાના ઢગમાંથી મળેલી નવજાત સગા ભાઈ-બહેનના અનૈતિક સંબંધનું પરિણામ
  • સગા ભાઈ-બહેન વચ્ચે હતા શારીરિક સબંધ
  • નવજાત બાળકી ભાઈ-બહેન અનૈતિક સંબંધનું પરિણામ
  • ગર્ભવતી બહેન 18 વર્ષની અને 16 વર્ષનો ભાઈ
  • ગર્ભ રહ્યું ત્યારે હતી 17 વર્ષની કિશોરી
  • તરુણી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • નાબાલિક કિશોરની પોલીસે કરી અટકાયત
  • 17 વર્ષીય સગા ભાઇએ શારીરિક સબંધ બાંધતા 18 વર્ષની બહેન માતા બની
  • નવજાતને તરછોડનાર માતા ઓળખાયા બાદ ચોંકાવનારી હકીકત

સુરતના પનાસ ગામના એસએમસી ક્વાટર્સમાં રહેતી 15 વર્ષની ધારા ગોડસે વહેલી સવારે નાસ્તો લેવા જતી હતી ત્યારે  રસ્તામાં એક કચરાપેટીમાંથી નવજાત બાળકી પતંગના દોરમાં વીંટળાયેલી તાજી જન્મેલી મળી આવી હતી.

આ અંગે ઉમરા પોલીસે હાથ ધરેલી તપાસમાં નજકમાં જ રહેતી 18 વર્ષીય યુવતીએ બાળકીને જન્મ આપ્યા બાદ તરછોડી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. પુછપરછમાં તેણીએ જણાવ્યું હતું કે, 17 વર્ષના સગા ભાઈ સાથે શરીર સંબંધ બાંધતા ગર્ભ રહ્યા બાદ બે દિવસ અગાઉ ડીલીવરી થતા તરછોડયાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર વહેલી સવારે કાતિલ ઠંડીમાં કચરાપેટીમાં ફેંકાયેલી નવજાત બાળકી મળી આવતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાળકીનો જન્મ તે મળ્યાના પાંચ થી સાત કલાક પહેલા જ થયો હોવાનું જણાયું હતું. તેની ગર્ભનાળ ઉપર હોસ્પિટલમાં મારવામાં આવતો ક્લેમ્પ લગાવવામાં આવ્યો નાં હતો. તેથી ડીલીવરી ઘરમાં જ થઇ હોવાની શક્યતાના આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકીને તરછોડી દેનાર નજીકમાં જ રહેતી 18 વર્ષની યુવતી છે. માનસિક બિમાર માતા અને 17 વર્ષના ભાઈ સાથે રહેતી તે યુવતીને પોલીસે શોધી કાઢી અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જોકે, જયારે પોલીસે તેની પાસે હકીકત જાણી ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી.

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે 17 વર્ષીય સગા ભાઈ સાથે શરીર સંબંધ બાંધતા તે ગર્ભવતી થઇ હતી. ગર્ભવતી થતા શરીરમાં થતા ફેરફારોને છુપાવવા તેણે ઢીલા કપડાં પહેર્યા હતા. પરંતુ બે દિવસ અગાઉ બાળકીનો જન્મ ઘરે થતા તેને કેવી રીતે રાખવી તે મૂંઝવણમાં તેણે બાળકીને ઘર નજીક જ કચરાપેટીમાં તરછોડી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.