Surat/ એક સન્નારીનો PMને સવાલ, બહેન અને દીકરીઓની ઇજ્જત ક્યાં સુધી લૂટાતી રહેશે…?  

સુરતની બે મહિલાઓ દ્વારા ભારતના વડા પ્રધાનને ગીત દ્વારા સવાલ પુછવામાં આવ્યો છે કે મહિલાઓની ઇજ્જત ક્યાં સુધી લૂટાતી રહેશે.

Surat
surat

છેલ્લા કેટલાય સમયથી દેશમાં બળાત્કારની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. જેને કારણે ભારત દેશમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનો અહેસાસ થઇ રહ્યો છે જેને લઇને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતની બે મહિલાઓ દ્વારા ભારતના વડા પ્રધાનને ગીત દ્વારા સવાલ પુછવામાં આવ્યો છે કે મહિલાઓની ઇજ્જત ક્યાં સુધી લૂટાતી રહેશે.

દેશભરમાં થી હાલ બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં ચોમેર ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં મહિલાઓ અસુરક્ષિત હોવાની વાતોની ચર્ચાએ જોર પકડ્યુ છે. મહિલાઓ હાલ પુરા દેશમાં સુરક્ષિત ન હોવાથી કોઇક મહિલાએ તો અવાજ ઉઠાવવો જોઇએ. આ જ પ્રકારનો અવાજ સુરતની બે મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. સુરતની બે મહિલાઓ દ્વારા એક ગીત બનાવીને દેશના વડાપ્રધાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કે દેશની યુવતીઓ તરૂણીઓ કે મહિલાઓની ઇજ્જત ક્યાં સુધી લૂટાતી રહેશે. સવાલ સાથે સાથે બળાત્કારીઓના માટે કડક કાયદા બને તેવી પણ માંગ કરવામાં આવી છે.

મહિલાઓ અસુરક્ષિત હોવાની ઉઠતી વાતો સાથે જે ગીત તૈયાર કરવામાં આવ્યું છે આ ગીતનું ફિલ્માંકન પણ નરેન્દ્ર મોદીની ફોટોની સામે કરવામાં આવ્યું છે જેથી ગાયકો સીધો સવાલ વડાપ્રધાનને કરી રહ્યા હોય એ રીતે પિક્ચરાઇઝેન કરવામાં આવ્યું છે. આ ગીતમાં દેખાતી અન્ય મહિલાની પણ માંગ છે કારણ કે કોઇપણ બળાત્કારની ઘટનાઓ બને ત્યારે તેને જાતપાત ઉચનીચમાં ખપાવી દેવામાં આવતી હોય છે ત્યારે જે અધિકારી પણ આવા તત્વો સામે અવાજ ઉઠાવે ત્યારે તમને પણ સરકાર દ્વારા કનડગત કરવામાં આવતી હોવાની વાત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટનાને લઇ અવાજ ઉઠાવવો જરૂરી બન્યો છે, જો લોકો અવાજ નહીં ઉઠાવે તો બળાત્કારીઓ વધુ બેફામ બનશે અને સરકાર પણ ફક્ત જે તે સમયે કામગીરી કર્યા બાદ કડક કાર્યવાહી નહીં કરે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.