Bollywood/ સેન્ડલવુડ ડ્રગ્સ કેસ : મુંબઈમાં વિવેક ઓબ્રોયના ઘરે પડ્યા દરોડા, ફરાર આદિત્ય અલવા સામે વોરંટ

બેંગ્લોર પોલીસે અભિનેતા વિવેક ઓબ્રોયના ઘરે દરોડા પાડ્યા છે. બપોરે 1  વાગ્યે બેંગ્લોર પોલીસના બે ઈન્સ્પેક્ટર વિવેક ઓબેરોયના ઘરે પહોંચ્યા હતા અને દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ વિવેક ઓબ્રોયના સાળા આદિત્ય અલવાના કેસની તપાસ કરી રહી છે. જણાવીએ કે, વિવેક ઓબ્રોયનું ઘર મુંબઇના જુહુમાં છે. દરોડા અંગે એક પોલીસ અધિકારીએ કહ્યું કે ‘આદિત્ય અલવા […]

Top Stories Entertainment
a 8 સેન્ડલવુડ ડ્રગ્સ કેસ : મુંબઈમાં વિવેક ઓબ્રોયના ઘરે પડ્યા દરોડા, ફરાર આદિત્ય અલવા સામે વોરંટ

બેંગ્લોર પોલીસે અભિનેતા વિવેક ઓબ્રોયના ઘરે દરોડા પાડ્યા છે. બપોરે 1  વાગ્યે બેંગ્લોર પોલીસના બે ઈન્સ્પેક્ટર વિવેક ઓબેરોયના ઘરે પહોંચ્યા હતા અને દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ વિવેક ઓબ્રોયના સાળા આદિત્ય અલવાના કેસની તપાસ કરી રહી છે. જણાવીએ કે, વિવેક ઓબ્રોયનું ઘર મુંબઇના જુહુમાં છે.

દરોડા અંગે એક પોલીસ અધિકારીએ કહ્યું કે ‘આદિત્ય અલવા ફરાર છે. અમને એવી માહિતી મળી છે કે અલવા તેના (વિવેક ઓબ્રોય) ઘરમાં છુપાયેલો છે. આદિત્યને શોધવા આ એક દરોડો છે. આ કેસમાં કોર્ટમાંથી વોરંટ લેવામાં આવ્યું છે અને ક્રાઇમ બ્રાંચની ટીમ બેંગ્લોરથી મુંબઇ પહોંચી હતી.

 બેંગ્લોર પોલીસે આદિત્ય અલવાના ઘરે પણ શોધખોળ હાથ ધરી છે. નોંધપાત્ર વાત એ છે કે આદિત્ય અલવા કર્ણાટકના પૂર્વ પ્રધાન જીવરાજ અલવાના પુત્ર છે. તેમના પર કન્નડ ફિલ્મ ઉદ્યોગના કલાકારોને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચની ટીમે કન્નડ અભિનેત્રી રાગિની દ્વિવેદી સહિત 10 થી વધુ લોકોને ધરપકડ કરી છે.

રાગિનીની 4 સપ્ટેમ્બરના રોજ સેન્ડલવુડ ડ્રગ રેકેટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, રાગિનીની પ્રથમ ડોપ પરીક્ષણ કરવામાં આવ્યું. જ્યાં તેણે નમૂના સાથે ચેનાચાડા કરવનો પ્રયાસ કર્યો.

રાગિની દ્વિવેદી ઉપરાંત કન્નડ અભિનેત્રી સંજના ગલરાણીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ