Not Set/ તુર્કીમાં ચુંટણી : રેસેપ તાયિપ એર્દોઆને બીજીવાર બન્યા રાષ્ટ્રપતિ

અંકારા, તુર્કીના લાંબા સમયથી રહેલા નેતા રેસેપ તાયિપ એર્દોઆને રાષ્ટ્રપ્રમુખની ચુંટણીના પ્રથમ રાઉન્ડમાં સંપૂર્ણ જીત મેળવી લીધી છે. મતગણનાને લઈને વિપક્ષ રિપબ્લિકન પીપલ્સ પાર્ટી (સી.એચપી)ના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી અન્યાયી હતી. પરંતુ આ સાથે જ એર્દોઆને સત્તા પર પોતાની પકડ મજબુત કરી લીધી છે. તુર્કીના મતદાતાઓએ પ્રથમ વખત રાષ્ટ્રપતિ અને સંસદીય ચુંટણીમાં એકસાથે મતદાન કર્યુ છે.  […]

Top Stories World
102157637 erdgettyrally21jun18 તુર્કીમાં ચુંટણી : રેસેપ તાયિપ એર્દોઆને બીજીવાર બન્યા રાષ્ટ્રપતિ

અંકારા,

તુર્કીના લાંબા સમયથી રહેલા નેતા રેસેપ તાયિપ એર્દોઆને રાષ્ટ્રપ્રમુખની ચુંટણીના પ્રથમ રાઉન્ડમાં સંપૂર્ણ જીત મેળવી લીધી છે. મતગણનાને લઈને વિપક્ષ રિપબ્લિકન પીપલ્સ પાર્ટી (સી.એચપી)ના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી અન્યાયી હતી. પરંતુ આ સાથે જ એર્દોઆને સત્તા પર પોતાની પકડ મજબુત કરી લીધી છે.

180621135040 02 erdogan turkey elections super tease તુર્કીમાં ચુંટણી : રેસેપ તાયિપ એર્દોઆને બીજીવાર બન્યા રાષ્ટ્રપતિ

તુર્કીના મતદાતાઓએ પ્રથમ વખત રાષ્ટ્રપતિ અને સંસદીય ચુંટણીમાં એકસાથે મતદાન કર્યુ છે.  તુર્કીમાં યોજાયેલ રાષ્ટ્રપતિની ચુંટણીમાં પહેલા તબક્કાની મતગણતરીમાં જ રેસેપ તાયિપ એર્દેઆનને 53 ટકાથી વધુ મત મળતા તેઓ બીજી વખત કુર્કીના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવ્યા છે.  જ્યારે તેમના હરીફ ઉમેદવાર મુહર્રમ ઈચેને 31 ટકા જ મત મળ્યા છે.

download 9 તુર્કીમાં ચુંટણી : રેસેપ તાયિપ એર્દોઆને બીજીવાર બન્યા રાષ્ટ્રપતિ

ચુંટણીના પરિણામ પહેલા એર્દોઆને જણાવ્યુ હતું કે, તેમની પાર્ટીના શાસકીય ગઠબંધનને સંસદમાં બહુમતિ મળી જશે અને પહેલા તબક્કામાં જ તેમને 53 ટકા મત મળતા તેઓને ફરી રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયેલા  જાહેર કરી દેવામાં આવ્યા છે. જાકે હજુ સુધી વિપક્ષી પાર્ટીએ તેની સત્તાવાર હાર સ્વીકારી નથી.

તુર્કીમાં ચુંટણી : રેસેપ તાયિપ એર્દોઆને બીજીવાર બન્યા રાષ્ટ્રપતિ

વિપક્ષી પાર્ટીએ જણાવ્યુ હતું કે હજુ ઘણા મતની ગણતરી બાકી છે. લોકશાહીની લડત ચલાવતા અર્દોઆને આ વખતે વહેલી ચુંટણી કરાવી છે. સમગ્ર ચુંટણી પ્રક્રિયા પુરી થઈ ગયા બાદ તુર્કીમાં નવુ બંધારણ લાગુ થઈ જશે. જેના કારણે રાષ્ટ્રપતિની સત્તાનો પાવર પણ વધી જશે.

645x420 1529696492077 તુર્કીમાં ચુંટણી : રેસેપ તાયિપ એર્દોઆને બીજીવાર બન્યા રાષ્ટ્રપતિ

જ્યારે બીજીબાજુ વિપક્ષોએ જણાવ્યુ કે તેના કારણે તુર્કીમાં લોકશાહી કમર ભાંગી જશે. એર્દોઆને પત્રકારોને જણાવ્યુ હતું કે વર્તમાન ચુંટણીમાં તુર્કી લોકશાહી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યુ છે. અર્દોઆન અને તેમના મુખ્ય હરીફ મુહર્રમ ઈચેએ ગત શનિવારે મોટી રેલી અને સભાઓ પણ યોજી હતી. અંતિમ પરિણામો શક્રવારે જાહેર કરવામાં આવશે.