ICC World Cup 2023/ પાકિસ્તાન સામે જાણો કોની થઈ વાપસી અને કોણ ગયું બહાર

અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-પાકિસ્તાનની મેચને લઈને ટોસ ઉછાળવામાં આવી ચૂક્યો છે અને ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય લીધો છે.

Top Stories India Sports
YouTube Thumbnail 18 5 પાકિસ્તાન સામે જાણો કોની થઈ વાપસી અને કોણ ગયું બહાર

અમદાવાદઃ અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-પાકિસ્તાનની મેચને લઈને ટોસ ઉછાળવામાં આવી ચૂક્યો છે અને ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય લીધો છે. ડે-નાઇટ મેચોમાં પહેલી ઇનિંગમાં રન કરવામાં પડતી તકલીફ અને બીજી ઇનિંગમાં બેટિંગમાં પડતી સુગમતાને ધ્યાનમાં લઈને રોહિત શર્માએ આ નિર્ણય લીધો છે.

અફઘાનિસ્તાન સામે જીતેલી ભારતીય ક્રિકેટ ટીમમાં પરિવર્તન આવ્યું છે.ઓપનિંગમાં ઇશાન કિશાનના સ્થાન ડેન્ગ્યુનો ભોગ બનેલ શુબમાન ગિલ પરત ફર્યો છે. બંને દેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 135 મેચ યોજાઈ ચૂકી છે. પાકિસ્તાન 73 અને ભારત 56 મેચ જીત્યું છે. પણ વર્લ્ડકપમાં રમાયેલી સાતેય મેચમાં ભારત પાકિસ્તાન સામે જીત્યું છે.

અહીં તે વાત નોંધનીય છે કે વિરાટ કોહલી અમદાવાદના સ્ટેડિયમ પર સાત મેચમાં 25.14ની સરેરાશે માંડ 176 રન જ કરી શક્યો છે. આમ આ બાબત ભારત માટે ચિંતાજનક રહી શકે છે.

પાકિસ્તાન તરફથી ભારત સામે વન-ડેમાં સૌથી સફળ બેટ્સમેન ઇન્ઝમામ ઉલ હક્ક રહ્યો છે. તેણે 67 મેચમાં 2,403 રન કર્યા છે. જ્યારે સઇદ અન્વરે 50 મેચમાં 2002 રન, શોએબ મહિલે 42 મેચમાં 1782 રન,સલીમ મલિકે 52 મેચમાં 1,534 રન, ઇજાઝ એહમદે 53 મેચમાં 1533 રન, શાહિદ આફ્રિદીએ 67 મેચમાં 1524 રન કર્યા છે.  જો કે પાકનો કેપ્ટન બાબર ભારત સામે નિષ્ફળ ગયો છે. તેણે ભારત સામે સાત મેચમાં 28ની સરેરાશે 72.41ના સ્ટ્રાઇકે 168 રન કર્યા છે. બાબર ચોક્કસપણે તેનો રેકોર્ડ સુધારવા ઇચ્છશે.

ભારતીય ક્રિકેટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુબમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકી), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાન ક્રિકેટ ટીમઃ અબ્દુલ્લા શફીક, ઇમામ ઉલ હક્ક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સૌદ શકીલ, ઇફ્તિખાર એહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, હસન અલી, હસન રઉફ.


whatsapp ad White Font big size 2 4 પાકિસ્તાન સામે જાણો કોની થઈ વાપસી અને કોણ ગયું બહાર


 

આ પણ વાંચોઃ ICC ODI World Cup 2023/ ભારત-પાક મેચ પહેલા રવિ શાસ્ત્રીની મોટી ભવિષ્યવાણી, ટીમ ઈન્ડિયા માટે આ ખેલાડી બનશે પડકાર

આ પણ વાંચોઃ India-Pak World Cup Match/ વરસાદ ભલે ન આવ્યો, પણ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળી શકે

આ પણ વાંચોઃ Narendra Modi Stadium/ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયત જાણો, તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો