Not Set/ માનસિક બીમાર યુવતી પર સાત નરાધમોએ રેપ કર્યો,પ્રાઇવેટ પાર્ટ પર ઈંટ મારતા મોત, કોર્ટે આપી ફાંસીની સજા

ચંડીગઢ, ચંડીગઢમાં માનસિક રીતે અસ્થિર મહિલા પર સાત સાત જણાએ ભેગા મળીને સામુહીક બળાત્કાર કર્યો હતો.ક્રુરતાની હદ વટાવી ગયેલા આ શેતાનોએ માનસિક બીમાર યુવતીને ઈંટોથી માર મારી હત્યા કરી નાખી હતી. 2015માં રોહતકના એડિશનલ જજે આ સાતેય હેવાનોને મોતની સજા આપી હતી.એડિશનલ જજે આપેલી મોતની સજા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પણ માન્ય રાખી હતી.જસ્ટિસ એબી […]

Top Stories India Trending
ttp 13 માનસિક બીમાર યુવતી પર સાત નરાધમોએ રેપ કર્યો,પ્રાઇવેટ પાર્ટ પર ઈંટ મારતા મોત, કોર્ટે આપી ફાંસીની સજા

ચંડીગઢ,

ચંડીગઢમાં માનસિક રીતે અસ્થિર મહિલા પર સાત સાત જણાએ ભેગા મળીને સામુહીક બળાત્કાર કર્યો હતો.ક્રુરતાની હદ વટાવી ગયેલા આ શેતાનોએ માનસિક બીમાર યુવતીને ઈંટોથી માર મારી હત્યા કરી નાખી હતી.

2015માં રોહતકના એડિશનલ જજે આ સાતેય હેવાનોને મોતની સજા આપી હતી.એડિશનલ જજે આપેલી મોતની સજા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પણ માન્ય રાખી હતી.જસ્ટિસ એબી ચૌધરી અને જસ્ટિસ સુરેન્દ્ર ગુપ્તાની ખંડપીઠે સાતેયની મોતની સજાને યથાવત રાખવાનો નિર્ણય સંભળાવ્યો છે.નિર્ણય સંભળાવતા જજે કહ્યું કે હું મારી જાતને પૂછવા માંગુ છું કે આનાથી વધુ રેઅરેસ્ટ ઓફ રેઅર શું હોઈ શકે.

ઘટનાની વિગતો પ્રમાણે રોહતકના ગામ બહુ અકબરપુર નિવાસી સૂરત સિંહે પોલીસે ફરિયાદ કરી હતી કે, ખેતરમાં મહિલાની લાશ મળી છે. લાશને કૂતરાએ એવી રીતે ફાડી ખાધી છે કે તેનો એક હાથ પણ નથી મળ્યો. આ લાશ 27 વર્ષની માનસિક બીમાર યુવતીની હતી.બનાવના દિવસે સાતેય આરોપીઓએ દારૂ પીધો હતો અને યુવતીને ખેતરમાં લઈ ગયા હતા.

માનસિક રીતે બીમાર મહિલા પર સાત લોકોએ રેપ કર્યો. પોલીસની જીપનો અવાજ સાંભળતાં રેપની જગ્યા બદલી અને અન્ય જગ્યાએ જઇને ફરી સાતેયે રેપ કર્યો. બાદ તેને પર ઇંટોથી વાર કરવામાં આવ્યો. જો કે જ્યારે તે મરવાની અણી પર હતી ત્યારે ફરી એક આરોપીએ રેપ કર્યો. આટલું પુરતું ન હતું તો મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર સિમેન્ટની સીટ મૂકી અને તેને તોડી અને તેના પર ઇંટોથી ફરી વાર કર્યો. આટલી યાતના બાદ આખરે તેનું મોત થઇ ગયું હતું.

હાઇકોર્ટે મોતની સજાને યથાવત રાખવાની સાથે આરોપીની અચલ સંપત્તિને 2 મહિનાની અંદર વેચીને તેની રકમ હરિયાણા સરકારના ખાતામાં જમા કરાવના આદેશ આપ્યા છે આટલું જ નહીં, 25 લાખ રૂપિયાની સહાય રકમ મૃતક પીડિતાની બહેનને આપવાના પણ આદેશ કર્યો છે.