Not Set/ વોટ માટે પુલવામામાં જવાનોને મરાવ્યાં, વાંચો ક્યાં નેતાએ આવો બફાટ કર્યો

નવી દિલ્હી, પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલ આતંકી હુમલાને લઈને સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં રામ ગોપાલે કહ્યું કે પુલવામા આતંકી હુમલામાં મત માટે જવાનની હત્યા કરવામાં આવી. એસપી મહાસચિવે કહ્યું, ‘પૈરામિલિટ્રિ ફોર્સેસ સરકારથી દુઃખી છે. મત માટે જવાનની હત્યા કરવામાં આવી. જમ્મુ-શ્રીનગર મધ્યમાં ચેકિંગ નહોતું. સામાન્ય બસોથી […]

Top Stories India Trending
ttp 14 વોટ માટે પુલવામામાં જવાનોને મરાવ્યાં, વાંચો ક્યાં નેતાએ આવો બફાટ કર્યો

નવી દિલ્હી,

પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલ આતંકી હુમલાને લઈને સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં રામ ગોપાલે કહ્યું કે પુલવામા આતંકી હુમલામાં મત માટે જવાનની હત્યા કરવામાં આવી. એસપી મહાસચિવે કહ્યું, ‘પૈરામિલિટ્રિ ફોર્સેસ સરકારથી દુઃખી છે. મત માટે જવાનની હત્યા કરવામાં આવી. જમ્મુ-શ્રીનગર મધ્યમાં ચેકિંગ નહોતું. સામાન્ય બસોથી જવાનો મોકલવા આવ્યા. આ કાવતરું હતું. હમણાં નથી કહેવામાં માંગતો, જ્યારે સરકાર બદલાશે તો તેની તપાસ થશે અને મોટા-મોટા લોકો ફસશે.’

પુલવામા આતંકી હુમલાને લઈને અખિલેશ યાદવની નજીક એસપી મહાસચિવનું આ નિવેદન પક્ષ માટે ચૂંટણી પહેલાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આ પહેલા કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે પણ પુલવામા પર વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન મિલીભગતથી આ હુમલો થયો છે.

હરિપ્રસાદે કહ્યું હતું કે, ‘જો પુલવામા હુમલા પછીની ઘટનાક્રમો પર નજર નાંખવામાં આવે તો ખબર પડે છે. કે પીએમ નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાનની વ્ચ્ચી મેચ ફિક્સિંગ હતી. આ પર બીજેપી દ્વારા કોંગ્રેસ પર વાર કરતા કહ્યું હતું કે આ બધું જ રાહુલ ગાંધીના ઈશારા પર થઇ રહ્યું છે. હવે સમાજવાદી પક્ષના નેતાનું આ નિવેદન તેમના પક્ષ માટે મુશ્કેલીનો સબબ બની શકે છે.