કોરોના/ હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ,કેબિનેટ વિસ્તરણમાં થઇ શકે છે વિલંબ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ આવ્યા છે. સીએમ સુખુનો રિપોર્ટ રવિવારે સાંજે આવ્યો છે, જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

Top Stories India
13 7 હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ,કેબિનેટ વિસ્તરણમાં થઇ શકે છે વિલંબ

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ આવ્યા છે. સીએમ સુખુનો રિપોર્ટ રવિવારે સાંજે આવ્યો છે, જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સીએમ સુખુ દિલ્હીમાં છે અને તેઓ સોમવારે શિમલા પાછા ફરવાના છે પરંતુ હવે તેમને ત્રણ દિવસ હિમાચલ સદનમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે હવે હિમાચલ પ્રદેશના કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ શકે છે.

મુખ્યમંત્રી  સુખવિંદર સિંહ સુખુ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. તેથી જ 18 ડિસેમ્બરે તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોડી સાંજે તેનો રિપોર્ટ આવ્યો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો હતો. હવે તે પીએમ મોદીને મળી શકશે નહીં, આ પહેલા 16 ડિસેમ્બરે સીએમ સુખવિંદર સિંહ સુખુ કોંગ્રેસના 40 ધારાસભ્યો સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા.

સીએમ સુખુના કોરોના પોઝિટિવને લઈને રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સોમવારે દિલ્હીમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સીએમ સુખુનો દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ હતો, જે મોકૂફ રાખવામાં આવ્યો છે.

નિવેદન/કાશ્મીરમાં આતંકવાદની ઘટનામાં થયો નોંધપાત્ર ઘટાડો,મોદી સરકારે આતંકવાદની કમર તોડી : કેન્દ્રીય મંત્રી