IPL 2024/ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સની ઐતિહાસિક મેચ બાદ રોહિત શર્માને બની શકે MIના કેપ્ટન

IPL 2024ની 8મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલ મેચ બાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવાને લઈને ચર્ચાઓએ વેગ પકડયો.

Top Stories Sports
Beginners guide to 2024 03 28T112744.991 સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સની ઐતિહાસિક મેચ બાદ રોહિત શર્માને બની શકે MIના કેપ્ટન

IPL 2024: રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે IPL 2024ની 8મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ. SRH vs MI IPL 2024ની મેચ ઐતિહાસિક બની રહી. IPL 2024માં સૌ પ્રથમ વખત કોઈ ટીમે આટલો મોટો સ્કોર બનાવ્યો હશે. સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા બહુ મોટો સ્કોર બનાવ્યો. આ મેચમાં મુંબઈ ઇન્ડિયનની ટીમ હૈદરાબાદની તોફાની બેટિંગનો તોડ શોધી શકી નહી. મુંબઈ ઇન્ડિયન ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા બેટસમેનોને રોકવામાં પાછા પડ્યા. ત્યારે અનુભવી રોહિત શર્મા તેમની મદદે આવ્યા. રોહિતશર્માએ જવાબદારી લેતા પોતાના હિસાબથી ફિલ્ડીંગ લગાવતા ડિપ ફિલ્ડીંગ કરવાનો આદેશ આપ્યો. જેના બાદ બેટસમેનો પર પ્રેશર કરી શકાયું અને બેટસમેનોને વધુ રન બનાવતા અટકાવી શકાયા.

SRH vs MI વચ્ચેની ઐતિહાસિક મેચ 

SRH vs MI વચ્ચેની મેચમાં બંને ટીમો જાણતી હતી કે હૈદરાબાદનું ગ્રાઉન્ડ એકદમ સપાટ છે, પરંતુ કોઈને અંદાજ નહોતો કે ગ્રાઉન્ડ એટલું સપાટ હશે કે મેચમાં 500થી વધુ રન થઈ જશે. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદના ટ્રેવિસ હેડ (62), અભિષેક શર્મા (63) અને હેનરિક ક્લાસેન (80)ની તોફાની અડધી સદીની મદદથી બોર્ડ પર 277 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં કોઈ ટીમ દ્વારા આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે.

આ સ્કોરનો પીછો કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સે પણ પોતાની તાકાત બતાવી હતી, પરંતુ MI ટીમ 31 રનથી પાછળ રહી ગઈ હતી. રોહિત શર્મા (34) અને ઈશાન કિશન (26)એ મુંબઈને તોફાની શરૂઆત અપાવી હતી. આ પછી નમન ધીર (30) અને તિલક વર્મા (64)એ પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ MI ટીમ આ પહાડ જેવા લક્ષ્યનો પીછો કરી શકી નહોતી. IPL 2024ની 8મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે તોફાની બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવતા 277 રનનો ખડકલો કરી દીધો હતો. જેની સામે મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં પાંચ વિકેટ પર 246 રન બનાવી શકતા કારમી હારનો સામનો કર્યો.

રોહિતશર્માને MIના કેપ્ટન ના બનાવતા ઉઠાવ્યા સવાલ
બુધવાર 27 માર્ચની રાત્રે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઈપીએલ 2024ની બીજી મેચ રમી રહી હતી ત્યારે માઈકલ વોને મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. આ મેચમાં પણ હાર્દિક પંડ્યાની સામાન્ય કેપ્ટનસી જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 277 રનનો વિશાળ સ્કોર બોર્ડ પર મૂક્યો હતો, જેના જવાબમાં MI માત્ર 246 રન જ બનાવી શકી હતી. માઈકલ વોને ‘X’ પર લખ્યું, ‘રોહિતને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીથી હટાવવો એ IPLનું સૌથી વિચિત્ર પગલું છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માને હટાવીને તેના સ્થાને હાર્દિક પંડ્યાને લેવા પર સવાલો ઉઠાવ્યા છે. 48 વર્ષીય ભૂતપૂર્વ ઇંગ્લિશ ખેલાડીએ તેને રમતના ઇતિહાસની સૌથી વિચિત્ર ચાલ ગણાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદ્યો હતો. હાર્દિક બે વર્ષ પહેલા MI છોડી ગુજરાત ટાઈટન્સમાં ગયો હતો. પંડયાના નેતૃત્વમાં ગુજરાત બે વખત ફાઇનલમાં પહોંચ્યું હતું અને ટીમે એક વખત ટાઇટલ પણ જીત્યું હતું. જો કે રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ 2013થી અત્યાર સુધી 5 વખત ચેમ્પિયન બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો:ભુજમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી બે દિવસ બંધ રહેશે, શા માટે લેવાયો નિર્ણય

આ પણ વાંચો:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો 8 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરશે