Kutch News: નાણાકીય વર્ષ 2023-24 પૂરુ થવા આવ્યું છે. જેને પગલે કચ્છ જીલ્લામાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં કામનું ભારણ ન વધે તે માટે ઓફિસમાં કામકાજ માટે સમયમાં ફેરફાર કરાયો છે. નોંધણી માટે દસ્તાવેજોની સંખ્યામાં વધારો થતાં મુન્દ્રાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં સમયમાં વધારો કરાયો છે.
નોંધણી નિરીક્ષક કચેરી દ્વારા આજથી 29 માર્ચ સુધી બે દિવસ કચ્છ સહિત રાજ્યની તમામ કચેરીઓમાં સમયમાં સવારે દોઢ કલાકનો વધારો કરાયો છે. શુક્રવારે ગુડ ફ્રાઈડેની જાહેર રજા હોવાથી તમામ કચેરીઓ ચાલુ રહેશે.
જીલ્લા કલેક્ટરે ભુજ અને તેને સંલગ્ન પેટા તિજોરી કચેરીઓ સરકારી કામકાજ માટે સાંજે પણ કચેરીઓ ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગના કારણે કામગીરીનું ભારણ ન વધે તે માટે એને નાણાકીય વર્ષના વિનિયોગની ચૂકવણીની સરળતા તેમજ સરકારી બિલો, ચેક દ્વારા ખર્ચલક્ષી કામગીરીની સરળતા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, નલિયા વગેરે શાખાઓ, સરકારી બિલ, ચેકની લેવડદેવડ કરતી બેંકીગ ટ્રેઝરી, સબ ટ્રેઝરી બિલ વગેરેની લેવડદેવડ ચાલુ રાખવાની રહેશે.
આ પણ વાંચો:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો 8 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરશે
આ પણ વાંચો:આરોઠે પિતા – પુત્રના છેતરપિંડી કેસમાં SOG નો નવો ખુલાસો, સ્વામિનારાયણ મંદિરના કર્યા હતા….
આ પણ વાંચો:એવું તો શું થયું કે, ગુજરાત હાઈકોર્ટે રેલવેને લગાવી ફટકાર, કહ્યું- સહન નહીં કરી શકીએ…