Tweet/ વડાપ્રધાન મોદીએ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન કરવા કર્યુ ટ્વિટ, વિક્રમજનક મતદાન કરવા કર્યુ આહ્વાન

PM Modi tweet  આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

Gujarat Gujarat Assembly Election 2022 India
PM Modi tweet

PM Modi tweet  આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે,તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રથમ તબકકાના મતદારોને લઇને ટ્વિટ કર્યો છે. PM મોદીએ ટ્વિટ કરીને યુવાનોને ખાસ મતદાન કરવા કહ્યું છે,PM મોદીએ કહ્યું કે  જે મતદારો પહેલીવાર મતનો ઉપયોગ કરી રહ્યા છે તેવા મતદારોને વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત,કચ્છ અને સૈારાષ્ઠમાં મતદાન યોજાવવાનો છે આ બેઠકોની વાત કરીએ તો કુલ 89 સીટમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે. જ્યારે 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો છે. જેમાંથી 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો છે. તેમજ 497 થર્ડ જેન્ડરના મતદારો છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રાજકીય પક્ષો માટે ભલે નિરસ રહી હોય પરંતુ જનતાએ તો મન બનાવી જ લીધું છે. પ્રજાનું અકળ મૌન ભાજપ, કોંગ્રેસ અને આપને બરાબરનું અકળાવી રહ્યું છે. આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

Madhya Pradesh/રાહુલ ગાંધીનું સોફ્ટ હિંદુત્વ મધ્યપ્રદેશમાં ફરી સત્તામાં કરશે વાપસી? જીતનો રસ્તો શોધી રહી