wb/ ‘PK’ થી ખુશ નથી મમતાની TMCનાં વરિષ્ઠ નેતા? I-PACની દખલ અંદાજી પચાવી શકવા અસમર્થ

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (PK) ને પાર્ટીની યોજના માટેની જવાબદારી સોંપી છે. પ્રશાંત કિશોરની એજન્સી આઈ-પીએસી             (I-PAC) પણ છેલ્લા ઘણા મહિનાઓથી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી માટે કામ કરી રહી છે, પરંતુ આ દરમિયાન પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પી.કે.ની એજન્સીની પાર્ટીમાં […]

Top Stories India
wb 'PK' થી ખુશ નથી મમતાની TMCનાં વરિષ્ઠ નેતા? I-PACની દખલ અંદાજી પચાવી શકવા અસમર્થ

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (PK) ને પાર્ટીની યોજના માટેની જવાબદારી સોંપી છે. પ્રશાંત કિશોરની એજન્સી આઈ-પીએસી             (I-PAC) પણ છેલ્લા ઘણા મહિનાઓથી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી માટે કામ કરી રહી છે, પરંતુ આ દરમિયાન પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પી.કે.ની એજન્સીની પાર્ટીમાં દખલ પચાવી શકવામાં સક્ષમ નથી. બેરકપુર વિધાનસભાના ટીએમસીના ધારાસભ્ય, પ્રશાંત કિશોરની એજન્સી પર પ્રહાર કરતા જાહેરાત કરી હતી કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં.

બંગાળની બેરકપુર વિધાનસભા બેઠકના ટીએમસીના ધારાસભ્ય સિલભદ્ર દત્તાએ કહ્યું કે, એક બાહ્ય એજન્સી મને રાજકારણ કેવી રીતે કરવું તે શીખવી રહ્યું છે. હું રાજકારણમાં આવ્યો જ્યારે હું  6ઠ્ઠાં વર્ગમાં હતો. હમણાં હું 62 વર્ષનો છું, પરંતુ કમનસીબે, મને તે એજન્સીના કર્મચારી પાસેથી સાંભળવા મળ્યું કે મારે મતોની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એજન્સી આપણા માટે ચૂંટણી લડવા માટે ચૂંટાયેલી છે. તેઓ મને મારી જાતિ વિશે પૂછે છે કારણ કે તેઓ જાતિ આધારિત રાજકારણ રજૂ કરવા માગે છે. ”ધારાસભ્યએ વધુમાં કહ્યું કે મેં તેમને કહ્યું છે કે આ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર કે દિલ્હી નથી આ બંગાળ છે બંગાળ… 

Senior Bengal Congress leader Omprakash Mishra joins TMC | Kolkata News -  Times of India

gujarat /#CoronaUpadate/સંક્રમણ વઘવાના ભય વચ્ચે આજે નોંધાયા ફક્ત 875 …

ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રશાંત કિશોરે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, વાયએસઆર કોંગ્રેસને ચૂંટણી લડવામાં અને જીતવામાં મદદ કરી છે. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં 42 બેઠકો કબજે કરી હતી અને તે ચૂંટણીમાં ટીએમસીની કુલ બેઠકો 34 થી ઘટાડીને 22 થઇ હતી. પછી, મમતા બેનર્જીએ પ્રશાંત કિશોરને પોતાનું ચૂંટણી સુકાન સોંપ્યું હતું. 

પી.કે.ની એજન્સી પર હુમલો કરતી વખતે દત્તાએ આઈ-પેકનું નામ લીધું ન હતું, બીજા ધારાસભ્યએ આઈપેક પર સીધો હુમલો કરતાં કહ્યું હતું કે, પાર્ટી કેવી રીતે ચલાવવી તે વિશે પાર્ટીને કોઈ પણ એજન્સીએ નિર્દેશ આપવાનું યોગ્ય નથી. કૂચ બિહાર દક્ષિણ ટીમનાં એકના ધારાસભ્ય મિહિર ગોસ્વામીએ કહ્યું કે, “કરાર એજન્સી આઇ-પેક પાર્ટીને કેવી રીતે કાર્ય કરવું તે સૂચના આપે તો તે પાર્ટી માટે સારું રહેશે નહીં.” જો કોઈ પક્ષ એજન્સીને પાર્ટી ચલાવવા આપે છે તો તેમા પાર્ટીને 100 ટકા નુકસાન સહન કરવું પડશે. ફક્ત કાર્યકર્તાઓએ પાર્ટી સાથે સંબંધિત કામ સંભાળવું જોઈએ. ”

20 TMC leaders want to join us: BJP | India News,The Indian Express

UP / રાજ્યસભા ચૂંટણી/ ભાજપનાં 8 બિનહરીફ, સપા-બસપાનાં ‘રામ&#…

ટીએમસીના અન્ય એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પરિવહન પ્રધાન સુવેન્દુ અધિકારીને સંગઠનમાં આઈ-પેકની દખલ પસંદ નથી. એક કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કહ્યું કે વર્ષ 1995 માં હું અવિભાજિત કોંગ્રેસનો સલાહકાર હતો. હું પેરાશૂટ સાથે કૂદ્યો નથી, કે મેં અહીં પહોંચવા માટે લિફ્ટ પણ લીધી નહોતી. હું સીડીનાં પગથીયા દ્વારા એક એક પગલું ઉપર ચડ્યો છે. અમને કોઈ રોકે નહીં.

મમતા બેનર્જીએ ઘણા મોટા ફેરફારો કર્યા છે

2021 ની બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટીએમસીના વડા મમતા બેનર્જીએ તાજેતરમાં જ પાર્ટીમાં કેટલાક નવા ચહેરાઓ લાવવા અને કેટલાક જુના ચહેરાઓને દૂર કરવા જેવી એક મોટી ફેરબદલ કરી હતી. અંદરખાને જણવામાં આવી રહ્યું છે કે, આ પરિવર્તન પાછળ પ્રશાંત કિશોર અને તેની ટીમની ગ્રાઉન્ડ વાસ્તવિકતાનું વર્ષભરની આકારણી સામેલ છે. આઇ-પેકે જ્યારે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે ટીએમસીના પ્રવક્તા તાપસ રોયે કહ્યું હતું કે તે અમારી પાર્ટીના વરિષ્ઠ નેતા છે, પરંતુ દરેકને પક્ષની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. કોઈ વ્યક્તિ પાર્ટીથી ઉપર નથી.