Not Set/ હવામાન/ દિવાળીના રંગમાં ભંગ, આકાશી આફતની આગાહી, અરબી સમુદ્રમાં વાવોઝોડુ સક્રિય

આ વર્ષે વરસાદ ખમૈયા કરવાના મુડમાં જરા પણ લાગતું નથી. એકબાજુ વરસાદની સીઝન લાંબી ખેંચાઈ હતી અને સીઝનના કુલ વરસાદ કરતા વરસાદનું પ્રમાણ વધી ગયું હતું, ત્યારે ખેતરમાં હજુ પણ વરસાદી પાણી ભરાયા છે. મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે. ખેતર રહેલ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે ફરી એકવાર વાવાઝોડાની આગાહી ખેડૂતોને રાતા પાણીએ […]

Top Stories
rain 1 1 હવામાન/ દિવાળીના રંગમાં ભંગ, આકાશી આફતની આગાહી, અરબી સમુદ્રમાં વાવોઝોડુ સક્રિય

આ વર્ષે વરસાદ ખમૈયા કરવાના મુડમાં જરા પણ લાગતું નથી. એકબાજુ વરસાદની સીઝન લાંબી ખેંચાઈ હતી અને સીઝનના કુલ વરસાદ કરતા વરસાદનું પ્રમાણ વધી ગયું હતું, ત્યારે ખેતરમાં હજુ પણ વરસાદી પાણી ભરાયા છે. મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે. ખેતર રહેલ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે ફરી એકવાર વાવાઝોડાની આગાહી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

પહેલા નવરાત્રીના બે-ત્રણ દિવસો બગાડ્યા. અને હવે દિવાળીની મોજ બગડી શકે છે. અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડું સક્રિય થયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. જે પશ્ચિમ મહારાષ્ટ્રથી 210 કિલોમીટર દૂર છે. આગામી 12 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બને તેવી શક્યતા છે. જેથી ગુજરાતના દરિયા કિનારના વિસ્તારમાં 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં તોફાનના કારણે પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. ત્યારે તંત્ર દ્વારા એનડીઆરએફ સહિતની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.