કૃષિ આંદોલન/ સરકાર અને ખેડૂતો વચ્ચે વધુ એક બેઠક,  પ્રશ્નનો હલ લાવશે ખરા?

અત્યાર સુધીની બેઠકોમાં બંને પક્ષ પોતાની વાતને લઇને અડગ જોવા મળ્યા છે. આ દરમિયાન એવી અફવાઓ પણ સાંભળવા મળી રહી છે કે કેટલાક રાજ્યોને કેન્દ્રીય કૃષિ કાયદાઓને દાયરાથી બહાર કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

Top Stories India
1

સરકાર અને નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી ખેડૂત સંગઠનોની વચ્ચે આજે વધુ એક બેઠક  બેઠક યોજાશે. શુક્રવારે મળનારી બેઠકના એક દિવસ પહેલા ગુરુવારે બંને પક્ષ પોતપોતાની વાત પર અડગ રહ્યા. પ્રદર્શનકારી ખેડૂતોએ ત્રણ નવા કૃષિ કાયદાઓને પરત લેવાની પોતાની માંગને લઈ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું, જ્યારે કેન્દ્ર સરકારે એ વાત પર ભાર મૂક્યો છે તેઓ આ કાયદાઓને પરત લેવા સિવાયના દરેક પ્રસ્તાવ પર વિચાર કરવા માટે તૈયાર છે.

Farmers protest: PIL in Supreme Court against agitation at Delhi's borders

Rajkot / વાંકાનેરની સિરામિક ફેકટરી setmax માંથી મળ્યો બૉમ્બ, સ્ક્વોડન…

અત્યાર સુધીની બેઠકોમાં બંને પક્ષ પોતાની વાતને લઇને અડગ જોવા મળ્યા છે. આ દરમિયાન એવી અફવાઓ પણ સાંભળવા મળી રહી છે કે કેટલાક રાજ્યોને કેન્દ્રીય કૃષિ કાયદાઓને દાયરાથી બહાર કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. પરંતુ ખેડૂત સંગઠનોએ કહ્યું કે, તેમને સરકાર તરફથી આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ નથી મળ્યો. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ પ્રકારના કોઈ પ્રસ્તાવ આપવાની વાતનો ઈન્કાર કર્યો છે. તોમર, ખાદ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ 40 પ્રદર્શનકારી ખેડૂત સંગઠનોના નેતાઓની સાથે સરકાર તરફથી મંત્રણાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

Planning to block remaining roads of Delhi,' say farmers as protests  intensify - india news - Hindustan Times

PM Modi / વડાપ્રધાન મોદી આજે અર્થશાસ્ત્રીઓ સાથે કરશે મંત્રણા, આ અંગે થ…

સરકાર અને ખેડૂતો વચ્ચેની મંત્રણા આજે બપોરે બે વાગ્યે વિજ્ઞાન ભવનમાં થશે. આ પહેલા 4 જાન્યુઆરીએ યોજાયેલી બેઠક કોઈ પરિણામ વગર પૂરી થઈ હતી. ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ જણાવ્યું હતું કે, હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે સંયુક્ત કિસાન મોર્ચાને ત્રણ કૃષિ કાયદાથી રાજ્યોને બહાર રાખવાની મંજૂરી આપવાનો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. અમે આ કાયદાઓને રદ કરવામાં આવે અને અમારા ઉપજોને MSPની ગેરંટીથી ઓછું કંઈ પણ સ્વીકાર્ય નથી.

Farmers to observe Kisan Diwas today amid stir against agriculture laws |  India News

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…