Not Set/ જયપુરમાં ગરજ્યા રાહુલ, કહ્યું “૫૬ ઈંચની છાતીવાળા લોકસભામાં ૧ મિનિટ પણ…

જયપુર, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી મિશન ૨૦૧૯ હેઠળ રાજસ્થાનના જયપુર પહોચ્યા હતા. આ દરમિયાન તેઓએ એક ખેડૂત રેલીને સંબોધતા વર્તમાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ત્રણ રાજ્યોમાં કરેલી લોનમાફી અંગે કહ્યું, “અમે બતાવી […]

Top Stories India Trending
706911 namo vs raga જયપુરમાં ગરજ્યા રાહુલ, કહ્યું "૫૬ ઈંચની છાતીવાળા લોકસભામાં ૧ મિનિટ પણ...

જયપુર,

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી મિશન ૨૦૧૯ હેઠળ રાજસ્થાનના જયપુર પહોચ્યા હતા.

આ દરમિયાન તેઓએ એક ખેડૂત રેલીને સંબોધતા વર્તમાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ ત્રણ રાજ્યોમાં કરેલી લોનમાફી અંગે કહ્યું, “અમે બતાવી દીધું છે કે જે કામ નરેન્દ્ર મોદી ૪.૫ વર્ષમાં કરી શક્યા નથી તે અમે માત્ર ૨ દિવસમાં જ કરી બતાવ્યું છે. અમે ખેડૂતોના સારા ભવિષ્ય માટે નવી નીતિની જરૂરત છે, નવા વિચારોની જરૂરત છે”.

તેઓએ વધુમાં કહ્યું, “ભારતમાં ખેડૂત બેકફૂટ પર ન રમે, હું ઈચ્છું છું કે, હિન્દુસ્તાનનો યુવાન, ખેડૂત ફ્રંટફૂટ પર રમે અને સિક્સર મારે. નરેન્દ્ર મોદીજીએ અત્યારસુધી બેકફૂટ પર જ રમત રમી છે, પરંતુ અમે આ પ્રકારે કરીશું નહિ”.

આ રેલી દરમિયાન તેઓએ વિવાદિત રાફેલ ડીલ અંગે પણ સરકાર પર હુમલો બોલ્યો હતો. તેઓએ કહ્યું, “CBIના ડાયરેક્ટર આલોક વર્માને સરકાર દ્વારા પોતાના પદ પરથી હટાવાયા હતા હવે સુપ્રીમ કોર્ટ દ્વારા તેઓને પોતાના પદ પર પાછા લાવવામાં આવ્યા છે, પરંતુ અમારે  રાફેલ ડીલ અંગે ઈન્કવાયરી અને JPC (જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી) ની તપાસ જોઈએ છીએ”.

પીએમ મોદીને ઘેરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “૫૬ ઈંચની છાતીવાળા પ્રધાનમંત્રી લોકસભામાં ૧ મિનિટ માટે પણ આવી શક્યા નથી”.

રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી લોકસભામાં આવી શક્યા નથી, પરંતુ રક્ષા મંત્રી નિર્મલા જી. ગૃહમાં ૨.૫ કલાકમાં જે બોલ્યા હતા એ તમામ આરોપો જુઠ્ઠા છે અને તેઓ અમારા પ્રશ્નોનો સીધો જવાબ પણ આપી શક્યા ન હતા”.

national-mission-2019-loksabha election congress rahul-gandhi-jaipur-pm modi

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં રાહુલ ગાંધીના સભા સ્થળ પર નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવાયા છે,જેમાં વડાપ્રધાન અને અનિલ અંબાણીને એક સાથે બતાવવામાં આવ્યા છે. આ પોસ્ટર દ્વારા રાફેલ ડીલને દર્શાવતા કેન્દ્ર પર નિશાન સાધવામાં આવ્યું છે અને ૧૩ હજાર કરોડ રૂપિયાનો ગોટાળો બતાવવામાં આવ્યો છે.