Not Set/ Amazon બની દુનિયાની સૌથી મોટી કંપની, માર્કેટ કેપ થઈ 56 લાખ કરોડ રૂપિયા

વોશિંગ્ટન: માઈક્રોસોફ્ટ કંપનીને પાછળ રાખીને એમેઝોન (Amazon) પહેલી વખત દુનિયાની સૌથી વધુ વેલ્યુએશન વાળી મોટી કંપની બની ગઈ છે. સોમવારે અમેરિકન શેર બજાર બંધ થયા ત્યારે એમેઝોનની માર્કેટ કેપ 56 લાખ કરોડ રૂપિયા (૭૯૬.૮ અરબ ડોલર) રહી હતી. જયારે માઈક્રોસોફ્ટની વેલ્યુએશન 54.81 લાખ ડોલર રૂપિયા (૭૮૩.૪ અરબ ડોલર)ની રહી હતી. જયારે ત્રીજા સ્થાન પર આલ્ફાબેટ […]

Top Stories World Trending Business
Amazon become The biggest company in the world with market capitalization of 56 lakh crore rupees

વોશિંગ્ટન: માઈક્રોસોફ્ટ કંપનીને પાછળ રાખીને એમેઝોન (Amazon) પહેલી વખત દુનિયાની સૌથી વધુ વેલ્યુએશન વાળી મોટી કંપની બની ગઈ છે. સોમવારે અમેરિકન શેર બજાર બંધ થયા ત્યારે એમેઝોનની માર્કેટ કેપ 56 લાખ કરોડ રૂપિયા (૭૯૬.૮ અરબ ડોલર) રહી હતી. જયારે માઈક્રોસોફ્ટની વેલ્યુએશન 54.81 લાખ ડોલર રૂપિયા (૭૮૩.૪ અરબ ડોલર)ની રહી હતી. જયારે ત્રીજા સ્થાન પર આલ્ફાબેટ અને ચોથા સ્થાન પર એપલ રહી હતી.

ગત સપ્ટેમ્બરમાં એમેઝોન (Amazon) ની માર્કેટ કેપ 70 લાખ કરોડ રૂપિયા(1 ટ્રિલિયન ડોલર) સુધી પહોંચી ગઈ હતી. જોકે શેરમાં ઘટાડાને કારણે તે નીચે આવી ગઈ છે. અમેઝોન માટે નવા વર્ષની શરૂઆત સારી રહી છે. તેના શેર સોમવારે 3.4 ટકા વધારાની સાથે બંધ થયો હતો. ગત સપ્તાહે શેરમાં 8.5 ટકા તેજી આવી હતી.

15 મે 1997 ના રોજ 18 ડોલર પર એમેઝોનના શેરનું લિસ્ટિંગ થયું હતું. હાલ તેની કિંમત 1,629.51 ડોલર છે. આઈપીઓમાં 1000 ડોલરના રોકાણની વેલ્યુ હવે 8 લાખ 96 હજાર ડોલરથી વધુ થઈ ગઈ છે.

અમેઝોન (Amazon) ના ફાઉન્ડર અને સીઈઓ લાંબા સમયથી વિશ્વના અમીરોના લિસ્ટમાં ટોપ પર હતા. બ્લૂમબર્ગ બિલિનિયર ઈન્ડેકસમાં 9.45 લાખ કરોડ રૂપિયા (135 અબજ ડોલર) નેટવર્થની સાથે બેજોસ નંબર-1 છે. બિલેનિયર ઈન્ડેકસમાં 6.44 લાખ કરોડ રૂપિયા(92 અબજ ડોલર)ની નેટવર્થની સાથે બિલ ગેટસ બીજા નંબરે છે.

સતત 7 વર્ષથી વિશ્વની સૌથી વેલ્યુએબલ કંપની રહ્યાં બાદ એપલ ગત વર્ષે ડિસેમ્બરમાં માઈક્રોસોફટથી પાછળ પડી હતી. હાલ 49.07 લાખ કરોડ રૂપિયા(701.1 અબજ ડોલર)ની માર્કેટ કેપ સાથે એપલ ચોથા નંબર પર છે.

જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક દરમિયાન પરિણામ એનાલિસ્ટોના અનુમાન મુજબ ન રહેવા અને આઈફોનનું વેચાણ ઘટવાના કારણથી  એપલને નુકશાન થયું છે. એપલે ગત બુધવારે ડિસેમ્બર ત્રિમાસિકના રેવન્યુ ગાઈડન્સમાં 5.5 ટકાનો ઘટાડો કર્યો હતો. આ કારણે શેરમાં ગુરૂવારે 10 ટકાનો ઘટાડો આવ્યો હતો અને માર્કેટ કેપ પાંચ લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ હતી.