Not Set/ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નજીક એક વ્યક્તિએ મહિલા પર ફેક્યું કેમિકલ

ઉન્નાવની ઘટના સામે લખનૌથી દિલ્હી સુધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાના અપરાધીઓને વહેલી તકે સજા આપવામાં આવે તેવી માંગ છે. હજુ તો ઉન્નાવ પીડિતાના મૃત્યુનું દર્દ સમ્યુ પણ નથી ત્યાં વધુ એક મહિલા પર કેમિકલ ફેકવાની ઘટના સામે આવી છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક મહિલા પર કેમિકલ ફેંકવાનો મામલો સામે […]

Top Stories India
download 4 1 નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નજીક એક વ્યક્તિએ મહિલા પર ફેક્યું કેમિકલ

ઉન્નાવની ઘટના સામે લખનૌથી દિલ્હી સુધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાના અપરાધીઓને વહેલી તકે સજા આપવામાં આવે તેવી માંગ છે.

હજુ તો ઉન્નાવ પીડિતાના મૃત્યુનું દર્દ સમ્યુ પણ નથી ત્યાં વધુ એક મહિલા પર કેમિકલ ફેકવાની ઘટના સામે આવી છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક મહિલા પર કેમિકલ ફેંકવાનો મામલો સામે આવ્યો છે. આમાં મહિલા ખરાબ રીતે દાઝી ગઈ છે. તેમને સારવાર માટે લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે પીડિતાનું નિવેદન નોંધ્યું, આરોપી મહિલાને પહેલેથી જ જાણતો હતો

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક શખ્સ એક મહિલા પર પુરુષ કેમિકલ ફેંકી ફરાર થઈ ગયો હતો. આ હુમલામાં મહિલા ખરાબ રીતે દાઝી ગઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર આ કેસની તપાસ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ  મહિલા દક્ષિણ ભારતની છે. દિલ્હી પોલીસે 30 વર્ષીય પીડિતાનું નિવેદન નોંધીને તપાસ શરૂ કરી છે. તે અજમેરી ગેટ તરફ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર હતી ત્યારે મહિલા પર જ્વલનશીલ પદાર્થ ફેંકી દેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સાથે આવેલા વ્યક્તિએ જ તેના પર એસિડ ફેંકી દીધું હતું.

પીડિત મહિલા અને આરોપી બંને ભીખ માંગીને જીવન નિર્વાહ કરે છે. કેમિકલ ફેંકતા પહેલા આરોપીએ પીડિતા સાથે ઝઘડો કર્યો હતો. અને ઘટનાને અંજામ આપીને પછી, આરોપી ભાગી છૂટ્યો હતો. દિલ્હીમાં આ મહિલા પર કેમિકલ ફેંકવાનો આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે ગેંગરેપ અને ઉન્નાવ કૌભાંડ મામલે દેશ આખામાં આવી ઘટના પ્રત્યે સતત વિરોધના સુર ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.