Not Set/ અંજલિ  બ્રિજના ૬ કિલોગ્રામ સોનાના દાગીનાની લુંટ મુદ્દે પોલીસ કોન્સ્ટેબલના આગોતરા જામીન સેસન્સ કોર્ટે ફગાવ્યા

અંજલિ  બ્રિજ પર સોનાના વેપારી સાથે થેયલી લૂંટના મામલે નારોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ના આગોતરા જામીન સેસન્સ કોર્ટે ફગાવી દીધા હતા. કોન્સ્ટેબલની સામે મુંબઈના સોના ચાંદીના વેપાર કરતા વ્યકતિની સાથે ૨૫ હજારનો ખોટી રીતે તોડ કરવાનો આક્ષેપ લાગ્યો હતો. અંજલિ બ્રિજ પરથી પસાર થઇ રહેલા મુંબઈના સોનાના વેપારી પાસેથી ૬ કિલોગ્રામ સોનાના દાગીના જેની બજારકિંમત […]

Ahmedabad Gujarat
ભાવનગર 9 અંજલિ  બ્રિજના ૬ કિલોગ્રામ સોનાના દાગીનાની લુંટ મુદ્દે પોલીસ કોન્સ્ટેબલના આગોતરા જામીન સેસન્સ કોર્ટે ફગાવ્યા

અંજલિ  બ્રિજ પર સોનાના વેપારી સાથે થેયલી લૂંટના મામલે નારોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ના આગોતરા જામીન સેસન્સ કોર્ટે ફગાવી દીધા હતા. કોન્સ્ટેબલની સામે મુંબઈના સોના ચાંદીના વેપાર કરતા વ્યકતિની સાથે ૨૫ હજારનો ખોટી રીતે તોડ કરવાનો આક્ષેપ લાગ્યો હતો.

અંજલિ બ્રિજ પરથી પસાર થઇ રહેલા મુંબઈના સોનાના વેપારી પાસેથી ૬ કિલોગ્રામ સોનાના દાગીના જેની બજારકિંમત અંદાજે ૧ કરોડ રૂપિયાનો હોવાનો જાણવા મળ્યું હતું.  તે લૂંટીને બે ઈસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. શહેરમાં એક કરોડની લૂંટ થતા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડતી થઇ હતી.

ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક્ટિવા જતા બે ઈસમો દ્રશ્યોમાં કેદ થયા હતા. ક્રાઈમ બ્રાન્ચે ફૂટેજ ના આધારે તપાસના ચક્રો ગતિમાન કરતા ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ ઝડપાઇ ગયા હતા. તેમની પુછપરછ કરતા ક્રાઇમ બાન્ચને જાણવા મળ્યું હતું કે  નારોલ પોલીસમાં એલ આર ડી તરીકે મહાવીર સિંહ ફરજ બજાવે છે.

તેણે મુંબઈના વેપારી પાસેથી ઘટનાની પહેલા ૨૫ હજાર નો તોડ કર્યો હતો. તેણે વેપારી  પાસેથી ૨ લાખ રૂપિયાની રકમ તોડ પેટે માંગી હતી. જોકે , વેપારીએ તે રકમ ન આપવા માટે આનાકાની કરી હતી. જોકે , કોન્સ્ટેબલે વેપારી પાસેથી ૨૫ હજાર રૂપિયા બળજબરી પૂર્વક લઇ લીધા હતા. પકડાયેલા આરોપીની પુછપરછ માં અને મુંબઈના વેપારીના નિવેદન એક સરખા નીકળયા હતા. જેમાં કોન્સ્ટેબલે તોડ કર્યો હોવાનો ક્રાઇમ બ્રાન્ચને લાગ્યું હતું.આમ, નારોલના કોન્સ્ટેબલે મુંબઈના વેપારી જોડે ૨૫ હજારનો તોડ કરતા તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ જ મામલે કોન્સ્ટેબલે  ક્રાઇમ બ્રાન્ચની પકડથી બચવા માટે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જે અરજીને કોર્ટે રદ્દ કરવાનો હુકમ જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.