Not Set/ ચોરીના સાવ અલગ નિયમો છે આ હાઇટેક ચોરના,વાંચો

સુરત, જેમ જેમ દુનિયામાં અવનવી ટેકનોલોજીનો આવિષ્કાર થઇ રહ્યો છે તે જ પ્રમાણે ચોરો દ્વારા કરવામાં આવતી ચોરી પણ હાઈટેક બનતી જઈ રહી છે. આ જ પ્રકારનો એક હાઈટેક ચોર સામે આવ્યો છે, જેને પોલીસના નાકમાં દમ કરી રાખ્યો છે. આ હાઈટેક ચોરના કેટલાક નિયમો પણ છે. તે માત્ર ૫૦ લાખ રૂપિયાથી વધુની જ ચોરી […]

Top Stories Gujarat Surat Trending
wiki thief ચોરીના સાવ અલગ નિયમો છે આ હાઇટેક ચોરના,વાંચો

સુરત,

જેમ જેમ દુનિયામાં અવનવી ટેકનોલોજીનો આવિષ્કાર થઇ રહ્યો છે તે જ પ્રમાણે ચોરો દ્વારા કરવામાં આવતી ચોરી પણ હાઈટેક બનતી જઈ રહી છે. આ જ પ્રકારનો એક હાઈટેક ચોર સામે આવ્યો છે, જેને પોલીસના નાકમાં દમ કરી રાખ્યો છે.

આ હાઈટેક ચોરના કેટલાક નિયમો પણ છે. તે માત્ર ૫૦ લાખ રૂપિયાથી વધુની જ ચોરી કરે છે અને દરેક ચોરી કર્યા બાદ તે સૌથી પહેલા મંદિરમાં જાય છે. આ ૨૪ વર્ષીય ચોર યાત્રા કરવા માટે ફ્લાઈટનો ઉપયોગ કરે છે અને મોંઘી હોટલોમાં પણ રોકાયો છે.

bankster100314 ચોરીના સાવ અલગ નિયમો છે આ હાઇટેક ચોરના,વાંચો
gujarat-hitech-thief-beset-surat-police- flight robs

 જયંતિલાલ ઉર્ફ રમેશ ખેતમલ જયસ્વાલ નામનો આ ચોર રાજસ્થાનના શેરગઢના દેસુનો રહેવાસી છે. બતાવવામાં આવી રહ્યું ચગે કે, ચોરી કર્યા બાદ તે પીડિતોને ધમકી આપે છે કે, તેનો સંબંધ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે છે.

૨૪ વર્ષીય ચોરની વાત કરવામાં આવે તો, છેલ્લા પાંચ વષોમાં તે સૂરતના ઘણા મોટા વેપારીઓને નિશાન બનાવી ચુક્યો છે.

હાલમાં જ જયંતિલાલ નામના આ ચોરે સૂરતના એક એપાર્ટમેન્ટમાંથી ૪૦ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ એપાર્ટમેન્ટમાં ગૃહપ્રવેશનો કાર્યક્રમ હતો અને ઘણા મહેમાન ત્યાં ઉપસ્થિત હતા.

પોલીસે આ ચોરી અંગે જણાવ્યું હતું કે, ચોરે આ એપાર્ટમેન્ટની રેકી કરવા માટે નજીકમાં જ એક મોટી હોટલમાં રૂમ લીધો હતો. ચોરી કર્યા બાદ તે પહેલા અમદાવાદ પહોચ્યો હતો અને ત્યારબાદ અહિયાં એક મંદિરમાં પૂજા કર્યા બાદ ફ્લાઈટ પકડીને નીકળી ગયો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, સૂરતમાં મોટા ભાગે ચોરીથી પીડિત પરિવારો રાજસ્થાન સાથે સબંધિત છે. તે પોતાને રાજસ્થાનનો વતની બતાવીને આ લોકો સાથે પારિવારિક સંબંધો બનાવતો હતો અને ત્યારબાદ તે નિશાન બનાવતો હતો.