શું તમે ક્યારે પણ કોઈ માણસને ઘોડા સાથે રેસ લગાવતા જોયો છે? સુપરસ્ટાર સલમાન ખાન વર્કઆઉટના મામલામાં થોડી અલગ ચીજો કરવાના શોખીન છે. આ જ કારણ છે કે એમણે ઘોડા સાથે રેસ લગાવવાનો ફેસલો કર્યો. સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિઓમાં તમે સલમાનને ઘોડા સાથે રેસ લગાવતા જોઈ શકો છો. સલમાન ઘોડાથી થોડા પહેલા જ ફીનીશ લાઈન પાર કરી જાય છે.
જોકે, આ વાતની જાણકારી નથી કે આ વીડિઓ ક્યારે શૂટ થયો હતો. સલમાને કેટલીક ફિલ્મોમાં ઘોડે-સવારી કરી હતી. એમણે ફિલ્મ ટાઈગર ઝીંદા હૈ માં ઘોડેસવારી કરતા જોવામાં આવ્યા હતા. વીડિઓના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ સુલતાનનું ગીત વાગી રહ્યું છે, પરંતુ સલમાન ખાનના લૂકને જોઇને કહી શકાતું નથી કે આ વીડિઓ સુલતાનના શૂટિંગ દરમિયાનનો છે.
હાલમાં જ રિલીઝ થયેલી સલમાનની ફિલ્મ રેસ-3 બોક્સ ઓફીસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. રેસ-3એ મંગળવાર સુધીમાં 132.76 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મએ ત્રણ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. મંગળવારે રેસ-3એ લગભગ 12 કરોડ કમાયા હતા. ઉપરાંત ફિલ્મે ચાર રેકોર્ડ પણ બનાવ્યા હતા. રેસ-3 વર્ષ 2018ની સૌથી મોટી ઓપનર બની ગઈ છે.