Not Set/  નીતિશ સરકાર સામે કેગનો રિપોર્ટ અને તેના રાજકિય સૂચિતાર્થો

બિહારની સરકારના ત્રણ મંત્રાલયોએ ૫૫૦૦૦ કરોડના હિસાબો નથી આપ્યા તેનો અર્થ નાણાકીય ગેરરીતિ જ થાય પણ બીજી રાજ્ય સરકારો અને કેન્દ્રના વિવિધ મંત્રાલયોના રિપોર્ટ કેમ જાહેર થતા નથી ?

India Trending
crow 33  નીતિશ સરકાર સામે કેગનો રિપોર્ટ અને તેના રાજકિય સૂચિતાર્થો

બિહારના રાજકારણમાં રાજકીય ઉથલપાથલના ખેલ ચાલુ જ છે. જનતા દળ (યુ)ના એક સાંસદને પોતાના પ્રધાનમંડળમાં સામેલ કરીને તેને એન.ડી.એ.ના ઘટક તરીકે નહિ પરંતુ કેન્દ્રમાં ભાગીદાર તરીકે પણ સ્વીકારી લેવામાં આવ્યા છે. આ સંજાેગો વચ્ચે પણ સંખ્યાબળના આધારે ચાર સભ્યોની માગણી કરનારા નીતિશકુમાર નારાજ છે. ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર દ્વારા વસતિ નિયંત્રણ અંગે જે કાયદો ઘડવાની જાહેરાત થઈ અને હવે કેન્દ્ર પણ તે જ માર્ગે આગળ વધી રહ્યું છે તેવે સમયે નીતિશકુમારે પણ એવો વિરોધી સૂર કાઢ્યો છે કે કાયદો કરો એટલે વસતિ વધારો અટકી જ જાય તેવું માની લેવાની જરાય જરૂરત નથી. નીતિશકુમારના પક્ષના પ્રમુખે પણ થોડા સમય પહેલા કેન્દ્ર સરકારની અમૂક નીતિઓની ટીકા કરી હતી. બીજી બાજુ લાલુપ્રસાદ યાદવ માંદગીના બિછાનેથી જે લલકાર કર્યો છે ત્યારબાદ બિહારમાં આર.જે.ડી.ની પ્રવૃત્તિમાં નોંધપાત્ર કહી શકાય તેવો વધારો થયો છે.આ બધા સંજાેગો વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના દરેક વિભાગો અને ખાતાઓનું ઓડિટ કરતી સંખ્યા ‘કેગ’ દ્વારા બિહાર સરકાર દ્વારા રૂા. ૫૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચનો હિસાબ અપાયો નથી તેના બીલો રજૂ કરાયા નથી તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.

 

himmat thhakar  નીતિશ સરકાર સામે કેગનો રિપોર્ટ અને તેના રાજકિય સૂચિતાર્થો
એડીશ્નલ ડેપ્યુટી (ઈસ્ટર્ન રિજિયન) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ) દ્વારા સ્પષ્ટ શબ્દોમાં એવું કહેવાયું છે કે નીતિશ સરકારે પોતે આપેલા રૂા. ૫૫૦૦૦ કરોડ રૂપિયાના પાકા બીલ સરકારે આપ્યા નથી. એટલું જ નહિ પરંતુ આ રકમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ખર્ચવામાં આવી છે. કેગના આ અધિકારી રાકેશ મોહને વધુમાં એમ પણ કહ્યું છે કે બિહાર સરકારના શહેરી આવાસ તથા પંચાયતી રાજ મંત્રાલય તો ઓડીટના કામમાં સહકાર જ આપતા નથી.

crow 29  નીતિશ સરકાર સામે કેગનો રિપોર્ટ અને તેના રાજકિય સૂચિતાર્થો
આ અંગે રાજકીય વિશ્લેષકો નહિ પરંતુ વહીવટી બાબતો અંગેના નિષ્ણાતો પણ એવો સંકેત આપે છે કે ‘કેગ’ના જવાબદાર અધિકારીનો આ રિપોર્ટ કે સૂચનો એક વાતનો સ્પષ્ટ સંકેત કરે છે કે નીતિશકુમારની સરકારમાં રૂા. ૫૫૦૦૦ કરોડની ગેરરિતી થઈ છે. આગામી દિવસોમાં બિહારમાં મુખ્ય વિપક્ષ તરીકે બિરાજમાન આર.જે.ડી.ને નીતિશકુમાર સરકાર સામે ભ્રષ્ટાચાર અને કૌભાંડ અંગે આક્ષેપ કરવાનો મોકો મળી ગયો છે. ‘કેગ’ના આ રિપોર્ટના પગલે સ્વચ્છ ચહેરો ગણાતા નીતિશકુમારની છબી થોડી ઘણી તો ખરડાઈ જ છે.

crow 30  નીતિશ સરકાર સામે કેગનો રિપોર્ટ અને તેના રાજકિય સૂચિતાર્થો

જાે કે કેગની આ ટકોર સામે ઘણા રાજકીય વિશ્લેષકોએ પણ એવી ટકોર કરી છે કે નીતિશકુમાર અને જનતાદળ (યુ)ને હવે એન.ડી.એ.રૂપી દ્રાક્ષ ખાટી લાગે છે. તેના કારણે નીતિશકુમાર કેન્દ્ર સામે બગાવતના માર્ગે છે. આ સંજાેગો વચ્ચે નીતિશકુમારનું નાક દબાવવા માટે ‘કેગ’ની આ ટકોર અને અહેવાલનો ઉપયોગ ભાજપ દ્વારા પણ થઈ શકે છે. થોડા સમય પહેલા નીતિશ સરકારના ભાજપના જ એક મંત્રીએ એવી ટકોર કરી હતી કે નીતિશ સરકાર ભ્રષ્ટાચારી છે. આ સંજાેગો વચ્ચે પરિસ્થિતિ એ ઉભી થવા પામી છે કે નીતિશકુમાર સામે ‘કેગ’નો ઉપયોગ તેને કાબુમાં રાખવાના હથિયાર તરીકે ઉપયોગ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

crow 31  નીતિશ સરકાર સામે કેગનો રિપોર્ટ અને તેના રાજકિય સૂચિતાર્થો
જાે કે ‘કેગ’ બીજા બધા અહેવાલો જાહેર કરતી નથી. આ અંગે ટકોર પણ કરતી નથી અને બિહારની નીતિશ સરકારને કેમ ઝપટમાં લીધી ? આ બાબત પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ૨૦૧૪ પહેલા કેગ ૧ વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ રિપોર્ટો તૈયાર કરતી હતી. ‘કેગ’ના એક યા બીજી કેન્દ્રીય મંત્રાલય સામેના અહેવાલોના આધારે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળતો હતો. કોલ કૌભાંડ હોય કે ટુ જી કૌભાંડ હોય તે કેન્દ્રના જે જાહેર સાહસને આટલા કરોડ રૂપિયાની ઓછી આવક થઈ તેને કૌભાંડમાં ખપાવી દેવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર ખૂબ ભ્રષ્ટાચાર કરે છે તેવો પ્રશ્ન ચગાવાયો હતો. રૂપિયાની બદતર હાલત જે હકિકતમાં અત્યાર કરતાં ૨૦૧૩માં ઘણી સારી હતી તેને પણ ખરાબ ચિતરીને ભ્રષ્ટાચારના કારણે આમ તયું હોવાનો પ્રચાર તત્કાલીન વિપક્ષ અને હાલની સરકાર દ્વારા થયો હતો. ગુજરાતમાં પણ ૨૦૦૪ બાદ રાજ્ય સરકાર વિશેના કેગના રિપોર્ટને વિધાનસભા સત્રના અંતિમ દિવસે પુસ્તક કે પીડીએફ સ્વરૂપે સભ્યોને અપાતો હતો અને તેના પર ચર્ચા પણ ગૃહમાં થઈ નથી. અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં પણ લગભગ આજ પ્રકારની સ્થિતિ હતી. આ એક વરવી વાસ્તવિકતા હતી. ‘કેગ’ સંસ્થાએ તેના સ્થાપના કાળથી ૨૦૧૪ એપ્રિલ સુધીમાં પ્રતિ વર્ષ ૧૦૦ જેટલા રિપોર્ટો આપતી હતી તેમાં આવક અને ખર્ચ વચ્ચેની અસામનતા કોઈ જાહેર સાહસી અને કેન્દ્રના કોઈ મંત્રાલયને ધારણા કરતાં ઓછી આવક થવી સહિતના વિવિધ મુદ્દાઓને આની સાથે જ આવરી લેવામાં આવતા હતાં.

crow 32  નીતિશ સરકાર સામે કેગનો રિપોર્ટ અને તેના રાજકિય સૂચિતાર્થો
આ બાબત એવો સ્પષ્ટ સંકેત આપે છે કે કેટલાક તત્વો દ્વારા કોંગ્રેસ સરકાર દ્વારા થયેલા ભ્રષ્ટાચારની સાચી-ખોટી યાદી જાહેર થાય છે તે પણ ‘કેગ’ના રિપોર્ટ પર જ આધારિત હતી. ૨૦૧૪થી ૨૦૨૦ સુધીના કેગમાં નવા અધિકારી કે સંચાલકોની નિમણૂક અને તેમના દ્વારા રજૂ થયેલા અહેવાલો કેન્દ્રના કેપીએમઓની સૂચના મુજબ તૈયાર થયા હતા અને ભૂતકાળમાં એક વર્ષમાં ૧૦૦ કે તેથી વધુ અહેવાલો રજૂ કરતી આ સંસ્થા તેનું ઓડિટીંગનું અને અહેવાલો આપવાનું કામ ઘટાડી દીધું છે. તે વાત નોંધવી જ પડે તેમ છે.
ભૂતકાળમાં પોતાના રિપોર્ટો દ્વારા નાણાકીય ગેરરીતિ બહાર લાવનારી સંસ્થા જાે રિપોર્ટો ન આપે અથવા તો પહેલા કરતાં સાતમા ભાગના માંડ આપે તો તેનો સીધો અર્થ એ થાય કે આ સંસ્થાની સ્વાયતતા હણી લેવામાં આવી છે અથવા તો કેટલાક વિશ્લેષકો કહે છે તે પ્રમાણે તેની પાંખો કાપી નાખવામાં આવી છે.
આ એક દુઃખદ બાબત જ કહેવાય. તે વાત તો નોંધ્યા વગર હરગીઝ ચાલે એવું નથી. કેગની કામગીરી હાલ જરાય સંતોષકારક નથી. તેવું ઘણા વિશ્લેષકોએ નોંધ્યું છે તેવે સમયે બિહાર માટેનો આ રિપોર્ટનો હેતુ નીતિશકુમારનું નાક દબાવવા માટે તો નથી ને ? તેવો અર્થ સહેજેય થઈ શકે.