Not Set/ નૌ સેનાની વધશે તાકાત,13 તોપોનો થશે સમાવેશ,7100 કરોડના સોદાને મંજુરી

ભારતીય નૌ સેના હવે પહેલા કરતા વધુ મજબૂત બનશે, દુશ્મનોને દરિયામાં પણ જડબાતોડ જવાબ મળશે, ટૂંક સમયમાં જ નેવીમાં 13 એમ-કે-45 નૌ સૈનિક તોપનો સમાવેશ કરાશે, અમેરિકી સરકારે ભારત સાથેના 7100 કરોડ રૂપિયાના આ સોદાને મંજૂરી આપી દીધી છે, જેથી હવે અત્યઆધુનિક 13 એમ-કે-45 તોપનું અપગ્રેડ વર્ઝન ટૂંક સમયમાં જ ભારતીય નૌસેના પાસે હશે, આ […]

India
Untitled 28 નૌ સેનાની વધશે તાકાત,13 તોપોનો થશે સમાવેશ,7100 કરોડના સોદાને મંજુરી

ભારતીય નૌ સેના હવે પહેલા કરતા વધુ મજબૂત બનશે, દુશ્મનોને દરિયામાં પણ જડબાતોડ જવાબ મળશે, ટૂંક સમયમાં જ નેવીમાં 13 એમ-કે-45 નૌ સૈનિક તોપનો સમાવેશ કરાશે, અમેરિકી સરકારે ભારત સાથેના 7100 કરોડ રૂપિયાના આ સોદાને મંજૂરી આપી દીધી છે, જેથી હવે અત્યઆધુનિક 13 એમ-કે-45 તોપનું અપગ્રેડ વર્ઝન ટૂંક સમયમાં જ ભારતીય નૌસેના પાસે હશે, આ તોપ સબમરિન પરથી જમીન અને હવામાં હુમલો કરવા સજ્જ છે અને દૂર સુધી તે દુશ્મનોને જવાબ આપવામાં સક્ષમ છે.

13 एमके-45 पांच इंच/ 62 कैलिबर तोप

અમેરિકા ભારતને તોપની અત્યઆધુનિક ટેક્નોલોજી પુરી પાડી રહ્યું છે, જેમાં દારૂગોળો અને અન્ય ઉપકરણોનો પણ સમાવેશ થાય છે, ઉપરાંત અમેરિકી સેના ભારતીય સૈનિકોને તેની ટ્રેનિંગ આપશે, જેથી હવે ભારત માટે દરિયાઇ ઓપરેશન સરળ બનશે.

અમેરિકાએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયાને આ તોપનું અપગ્રેડ વર્જન વેચ્યું છે, અમેરિકા બ્રિટન અને કેનેડાને પણ આ ટેક્નોલોજી આપી રહ્યું છે, હવે તે ભારત પાસે હશે, ભારતીય નૌસેનામાં એમ-કે 45 તોપ મળતા પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોને જવાબ આપવો સરળ થઇ જશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.