Not Set/ હૈદરાબાદમાં ટોળું બન્યું બેકાબુ: સોફ્ટવેર ઈજનેરને દોરડું બાંધીને ઢસડીને મોત નીપજાવ્યું

હૈદરાબાદ: બાળક ચોરની અફવાઓને કારણે હૈદરાબાદમાં એક 32 વર્ષીય સોફ્ટવેર ઈજનેરે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યા છે. ગત શુક્રવારે ગામ લોકોએ મારેલા મારને કારણે તેનું મોત નીપજ્યું હતું. હવે આ કેસમાં 32 વર્ષીય મોહમ્મદ આઝમના મોત પહેલાનો એક ખૂબ જ ઘૃણાસ્પદ વિડિયો સામે આવ્યો છે. વિડિયોમાં ગામના લોકો ઈજનેર આઝમના હાથ પર દોરડું બાંધીને તેને […]

Top Stories India Trending
Mob Lynching in Hyderabad: A software engineer dead after dragged with rope

હૈદરાબાદ: બાળક ચોરની અફવાઓને કારણે હૈદરાબાદમાં એક 32 વર્ષીય સોફ્ટવેર ઈજનેરે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યા છે. ગત શુક્રવારે ગામ લોકોએ મારેલા મારને કારણે તેનું મોત નીપજ્યું હતું. હવે આ કેસમાં 32 વર્ષીય મોહમ્મદ આઝમના મોત પહેલાનો એક ખૂબ જ ઘૃણાસ્પદ વિડિયો સામે આવ્યો છે. વિડિયોમાં ગામના લોકો ઈજનેર આઝમના હાથ પર દોરડું બાંધીને તેને ખેતરમાં ઢસડીને લઈ જઈ રહ્યા છે. આ સમયે આઝમ બેભાન અવસ્થામાં પડ્યો હોય છે, તેનું માથું નીચે તરફ ઝૂકેલું દેખાય છે. વિડિયોમાં એવું પણ જોઈ શકાય છે કે આ ટોળાને એક પોલીસકર્મી બે હાથ જોડીને આ યુવકને છોડી દેવાની વિનંતી પણ કરી રહ્યો હોવાનું પણ દેખાઈ રહ્યું છે.

મિત્રો સાથે પિકનિક કરવા ગયો હતો આઝમ

મોહમ્મદ આઝમ પોતાના ત્રણ મિત્રો સાથે હૈદરાબાદથી કાર લઈને વન-ડે પિકનિકની મોજ માનવા માટે બિદર ગામ ગયો હતો. તેણે એવું સાંભળ્યું હતું કે, આ ગામમાં સૌથી ઉત્તમ કુદરતી મધ મળે છે. સોફ્ટવેર ઈજનેર મોહમ્મદ આઝમ પર જે ગામમાં હુમલો થયો હતો ત્યાં તેની સાથે રહેલા એક મિત્રના સંબંધી પણ રહેતા હતા.

આ ગામમાં જ્યારે મોહમ્મદ આઝમ અને તેના મિત્રોએ બાળકોને ચોકોલેટ આપવા માટે કાર ઉભી રાખી હતી ત્યારે ગામના લોકોએ એવું સમજ્યું હતું કે, આ લોકો બાળકોને ઉપાડી જતી ગેંગના સભ્યો છે. ગામ લોકોનું આવું માનવા પાછળનું કારણ વોટ્સએપ પર ફરી રહેલા બાળક ચોરીના ખોટો મેસેજ છે. આવા મેસેજના કારણે ગામ લોકોને ખોટો સંદેશો જતા તેમણે આઝમને પકડીને ઢોર માર માર્યો હતો, જેમાં તેનું મોત થઈ ગયું હતું.

ખોટા મેસેજના લીધે ટોળું બન્યું બેકાબુ 

આ ઘટના અંગે મૃતક મોહમ્મદ આઝમના એક મિત્ર ઓફરોઝે એનડીટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “અમે ગામના બાળકો અને વયસ્કોમાં ચોકલેટ વહેંચી હતી. આ પછી મેં મારા સંબંધીને તેમના ઘરે ભોજન (લંચ) બનાવવા માટે કહ્યું હતું અને તે પછી અમે ગામ નજીક આવેલું એક ઝરણું જોવા માટે ગયા હતા.

આ સમયે ત્રણ જણા અમારી પાસે આવ્યા હતા અને અમારી કારના ટાયરમાંથી હવા કાઢવા લાગ્યા હતા. અમે તેમને વિરોધ કરતા ટોળું એકઠું થઈ ગયું હતું. લોકો એવું કહેવા લાગ્યા હતા કે અમે બાળકોને ઉઠાવી જનારા છીએ. આ સમયે ગામમા રહેતા મારા કાકા પણ દોડી આવ્યા હતા અને ગામના લોકોને સમજાવ્યા હતા કે આ લોકો અહીં શા માટે આવ્યા છે. જોકે, કોઈએ તેમની વાત સાંભળી ન હતી.”

આ અંગે ઓફરોઝના કાકાએ જણાવ્યું હતું કે, “ગામમાં અમને બધા લોકો ઓળખે છે, પરંતુ ટોળું એટલું હિંસક બની ગયું હતું કે કોઈ કંઈ સાંભળવા જ તૈયાર ન હતા.”

કાર ભગાવી મૂકી છતાં ગામજનોએ મેસેજ કરી કારને અટકાવી

આ દરમિયાન ટોળાનો મૂડ પારખીને આઝમ તેના મિત્રો સાથે કારમાં બેસી ગયો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો. જોકે, કાર નવી હોવાથી તેમજ નંબર પ્લેટ પણ ન હોવાથી ગામ લોકોની શંકા વધારે પ્રબળ બની હતી. ત્રણયે લોકોએ કાર ભગાવી મૂકતા ગામના લોકોએ આસપાસના ગામોમાં લાલ કલરની કારને રોકવાના ફોન કોલ્સ કર્યા હતા.

આ ફોન કોલ્સ બાદ ગામના લોકોએ રસ્તા પર આડસ મૂકી દીધી હતી અને કારને રોકી લીધી હતી. બાદમાં મોહમ્મદ આઝમને ટોળું કારમાંથી બહાર ખેંચી ગયું હતું અને તેને ઢોરમાર માર્યો હતો.

ગામના એક વ્યક્તિએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમને એવી માહિતી મળી હતી કે એક કાર બાળકોને ઉઠાવીને જઈ રહી છે. આ કારમાં હથિયારો પણ છે. આવો મેસેજ મળતાની સાથે બધા લોકોએ કાયદો પોતાના હાથમાં લઈ લીધો હતો.