Not Set/ ગુજરાતમાં CWC ની બેઠક દરમિયાન મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો

મુંબઇ, લોકસભા ચૂંટણીના મતદાન પહેલાં, મહારાષ્ટ્ર કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને નેતા પ્રતિપક્ષ રાધાક્રિષ્ના વિખે પાટિલના પુત્ર, સુજય વિખે પાટીલ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માં જોડાઈ ગયા છે. ભાજપ નેતા ગિરીશ મહાજનથી મળ્યા સુજલ અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે ભાજપના નેતા ગિરીશ મહાજથી સુજયે તાજેતરમાં જ મુલાકાત […]

Top Stories India Trending
tqq 13 ગુજરાતમાં CWC ની બેઠક દરમિયાન મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો

મુંબઇ,

લોકસભા ચૂંટણીના મતદાન પહેલાં, મહારાષ્ટ્ર કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને નેતા પ્રતિપક્ષ રાધાક્રિષ્ના વિખે પાટિલના પુત્ર, સુજય વિખે પાટીલ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માં જોડાઈ ગયા છે.

ભાજપ નેતા ગિરીશ મહાજનથી મળ્યા સુજલ

અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે ભાજપના નેતા ગિરીશ મહાજથી સુજયે તાજેતરમાં જ મુલાકાત કરી ભાજપમાં જોડાવાની ચર્ચા કરી હતી. સુજય અહમદનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની ઇચ્છા હતી. આ વિશે સુજયએ કહ્યું હતું, ‘હું છેલ્લા બે વર્ષથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છું. ભલે આ બેઠક કોંગ્રેસને મળી કે ન મળે પરંતુ હું અહીંથી ચૂંટણી લડીશ. ‘ પરંતુ શરદ પવારની આગેવાની ધરાવતી એનસીપીના અહમદનગર બેઠક કોંગ્રેસને આપવાનો ઇનકાર કર્યા પછી સુજયનું બીજેપી માં આવવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતું.Master ગુજરાતમાં CWC ની બેઠક દરમિયાન મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો

રાધાક્રિષ્ના પાટિલે શરદ પવારથી અહમદનગર સીટ પોતાના પુત્ર સુજયને આપવા માટે મનાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શરદ પવારએ તેને નકાર્યો. એનસીપીનું કહેવું હતું કે જો સુજય ઇચ્છે તો તે અહમદનગરથી એનપીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે.

ગુજરાતમાં CWC ની બેઠક દરમિયાન મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો