દેશની સરહદે ઘણા જવાનો બે દેશના ઝઘડામાં શહીદ થઇ જાય છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને હાલમાં જ જમ્મુ-કાશ્મીરને લઈને પોતાનું નિવેદન આપ્યું છે.
એક પ્રોગ્રામમાં પીએમ ખાને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરનો મામલો જંગ કરીને નહી પરંતુ વાત-ચીત કરીને તેનો નીવેડો લાવી શકાય છે.
વધુમાં તેમણે કહ્યું કે આ મામલે બે થી ત્રણ સમાધાન છે જેની પર ચર્ચા કરવામાં આવી છે. હાલ આ મામલે વધારે કહેવું એ ઉતાવળ થઇ જશે.
પીએમ ઇમરાન ખાને જણાવ્યું કે પરમાણુ હથિયારથી સંપન્ન બને દેશ પરમાણુ યુદ્ધ ન કરી શકે કારણ કે તેનું પરિણામ ખતરનાક હોઈ શકે છે. ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ બનાવવા માટે પાકિસ્તાન અત્યંત ગંભીર છે. આ કહેવું માતુ નથી પરંતુ પાકિસ્તાનની સેના અને સરકાર પણ આમ જ ઇરછે છે.