Not Set/ UP : બુલંદશહેરમાં ગૌહત્યાની શંકાને લઈ થઇ હિંસક ઝડપ, ઇન્સ્પેકટર સહિત ૨ના મોત

બુલંદશહેર, ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગૌહત્યાની શંકાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે અમે આ ઝડપમાં એક પોલીસ ઇન્સ્પેકટર સહિત ૨ લોકોના મોત થયા છે, જયારે અન્ય ૨ લોકો ઘાયલ પણ થયા છે. One police inspector dead during a clash with people protesting against illegal slaughterhouses in Bulandshahr pic.twitter.com/Ugts7FDtsI— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 3, 2018 આ ઘટના […]

Top Stories India Trending
up UP : બુલંદશહેરમાં ગૌહત્યાની શંકાને લઈ થઇ હિંસક ઝડપ, ઇન્સ્પેકટર સહિત ૨ના મોત

બુલંદશહેર,

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગૌહત્યાની શંકાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે અમે આ ઝડપમાં એક પોલીસ ઇન્સ્પેકટર સહિત ૨ લોકોના મોત થયા છે, જયારે અન્ય ૨ લોકો ઘાયલ પણ થયા છે.

આ ઘટના બુલંદશહેરના સ્યાના પોલીસ ક્ષેત્રના ચિંગરાવઠી વિસ્તારની છે. જો કે અ ઘટના એ સમયે બની છે જયારે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા મુસ્લિમ સમુદાયનું સમાપન હતું.

પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં મવેશીના કાપવા પર પ્રતિબંધ છે, પરંતુ આ સમયે મવેશી કાપવાની અફવા ફેલાઈ હતી અને ત્યારબાદ આજુબાજુના ગામડાઓના લોકો ચિંગરાવઠી ચોકી સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ હિંસક પ્રદર્શન કર્યું હતું, જેમાં એક પોલીસ ઇન્સ્પેકટરનું પણ મોત થયું છે.